રાજકોટ : ડેમ ઓવરફ્લો છતાં પાણી ન મળતા મહિલાઓનો વિરોધ, અટકાયત બાદ પોલીસે ઇકો કારમાં 8 મહિલાઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ ભૂલી

0
1

રાજકોટમાં નદી-નાળા અને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. તેમ છતાં પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. કોઠારીયા વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાય હતી અને સોલવન્ટ ફાટક નજીક પહોંચી માટલા ફોડી વિરોધ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામ કરી ‘પાણી આપો’ની માંગ કરવામાં આવી હતી. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત બાદ પોલીસે એક ઇકો કારમાં 8 મહિલાઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળ્યો કરી નાખ્યો હતો.

પોલીસે એક કારમાં 8 મહિલાઓને બેસાડી

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારના સ્થાનિકોને પાણીની અછતને પગલે વિરોધ કરવાની ફરજ પડી હતી. લોકોને પાણી ન મળતા લોકો રસ્તા પર આવી ચઢ્યા હતા. રાજકોટના જળાશયો છલોછલ ભરાયા છતાં કોઠારીયા વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દોડતી થઈ હતી. પરંતુ પોલીસ જ સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલી હતી. પોલીસે મહિલાઓની અટકાયત કરી એક કારમાં 8 મહિલાઓને બેસાડી દીધી હતી અને નિયમોનો ઊલાળ્યો કર્યો હતો.

મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે

મહત્વનું છે કે રાજકોટ વર્ષોથી પાણીનો પ્રશ્ન પ્રથમ રહ્યો છે. ગમે તેટલો વરસાદ પડે પણ તંત્ર પાણી આપવામાં હંમેશા નિષ્ફળ રહે છે. જિલ્લામાં સીઝનનો 150 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. હાલ રાજકોટ શહેરને પાણી પૂરૂ પાડતા તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેમ છતાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

 

પોલીસે મહિલાઓની અટકાયત કરી એક કારમાં 8 મહિલાઓને બેસાડી દીધી
(પોલીસે મહિલાઓની અટકાયત કરી એક કારમાં 8 મહિલાઓને બેસાડી દીધી)

 

જો કોઈને કોરોના આવશે તો જવાબદારી કોની?

પોલીસ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી હોય છે. ત્યારે આજે પોલીસ ખુદ દો ગજની દુરી ભૂલીને નિયમોનો ઊલાળ્યો કર્યો હતો. પાટીલની રેલી થાય અથવા તો સરકારના માણસો ભેગા થાય ત્યારે પોલીસ મૂક દર્શક બનીને તમાસો જોવે છે. જ્યારે આજે મહિલાઓ પોતાના હક્ક માટે રોડ પર આવી તો પોલીસને કાયદો યાદ આવી ગયો અને એક જ ઈકો કારમાં ઠસો ઠસ 8 મહિલાઓને બેસાડી અટકાયત કરી હતી. જો કોરોના આવશે તો જવાબદારી કોની?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here