ઉત્તરાખંડના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બાગેશ્વરની દરેક શાળાઓ બંધ

0
29

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર સતત ચાલુ છે. દહેરાદૂન, ચમોલી સહિત અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. આ સમયે બાગેશ્વર જિલ્લાની દરેક શાળાઓ મંગળવારે બંધ રહેશે.

ચમોલીમાં સોમવારે વાદળ ફાટ્યું અને તેમાં 6 લોકોના મોત થયા. વરસાદના કારણે હાલ સુધી ઉત્તરાખંડમાં 34થી વધુ લોકોના મોત થયા છે. ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં પણ વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 10 જિલ્લા માટે 16 ઓગસ્ટ સુધીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ચમોલીમાં સોમવાર બાદ મંગળવારે પણ ભારે વરસાદને કારણે દરેક શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર થયા છે તો કેટલાકનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકા પ્રશાસન અને અન્ય રાહત ટીમોએ બચાવકાર્ય શરૂ કર્યું છે. બજારમાં 5-6 દુકાનો પણ તણાઈ ગઈ છે. ચમોલીમાં મૃતકઆંક 15 સુધી પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here