આદેશ : લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે કડક નિયમોનું પાલન કરાવવા નિર્દેશ

0
13

રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલિસ અધિકારીઓને આદેશ કર્યો છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો છે.

આકરું વલણ અપનાવવા આદેશ
રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે રાજ્યના પોલિસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલિસ અધિકારી કર્મચારીને આદેશ કર્યો છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં જણાવ્યું છે. આ માટે શહેરો, નગરો અને મોટા રસ્તાઓ પર ઝુંબેશ ચલાવીને માસ્ક નહીં પહેરનારાં કે મોં-નાક ખુલ્લું રહે તે રીતે માસ્ક પહેરનારાં લોકો વિરુદ્ધ કડક હાથે કામ લઇ 1 હજાર દંડની વસૂલાત કરવા જણાવ્યું છે. આ માટે કોઇપણ વ્યક્તિ સામે નરમાશથી નહીં વર્તીને તેમની સામે આકરું વલણ અપનાવવા કહેવાયું છે. પોલીસ વડાએ કહ્યું કે, કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવી.

હાલ રોજના 600થી 700 લોકોને માસ્કનો દંડ કરાય છે
શહેરમાં માસ્ક વિના ફરતા રોજના 600થી 700 લોકો દંડાય છે. છેલ્લા 12 દિવસમાં પોલીસે માસ્કના કુલ 7848 કેસ કરી કુલ 78.48 લાખનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે માસ્ક વગર ફરતા 4 લાખ લોકોને પકડીન કુલ 34 કરોડનો દંડ વસૂલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here