લોન મોરેટોરિયમ પર આદેશ : સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું- જે ખાતા 31 ઓગસ્ટ સુધી NPA નથી, તેને અગામી આદેશ સુધી પ્રોટેક્શન આપવામાં આવે; 10 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

0
4

લોકડાઉનમાં RBI તરફથી આપવામાં આવેલા લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છૂટ આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સરકારને કહ્યું છે કે જે ગ્રાહકોના ખાતા 31 ઓગસ્ટ સુધી NPA(નોન પરફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવ્યા નથી, તેમને કેસની પતાવટ ન થાય ત્યાં સુધી પ્રોટેક્શન આપવામાં આવે. અગામી સુનાવણી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે. આ પહેલા સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે વ્યાજમાં છુટ ન આપી શકીએ, જોકે પેમેન્ટનું દબાણ ઘટાડીશું. બેન્કિંગ સેક્ટર ઈકોનોમિની કરોડરજ્જુ છે. અમે અર્થવ્યવસ્થાને નબળી કરનાર કોઈ નિર્ણય ન લઈ શકીએ. હપ્તો ન ભરી શકે તેવા ગ્રાહકોને બે મહિના માટે રાહત આપવાનું સૂચન સુપ્રીમ કોર્ટે સરકારને કર્યું છે.

લોન મોરેટોરિયમ એટલે કે હપ્તાને થોડા મહિનાઓ માટે ટાળવાની છુટ. આરબીઆઈએ કોરોનાની સ્થિતિ અને લોકડાઉનને જોતા માર્ચમાં 3 મહિના માટે આ સુવિધા આપી હતી, પછીથી 3 મહિના વધુ વધારીને ઓગસ્ટ સુધી કરવામાં આવી હતી.

હવે જ્યારે મોરેટોરિયમને 6 મહીના પુરા થઈ ચૂક્યા છે તો ગ્રાહકો કહી રહ્યાં છે કે આ મુદતને વધારવી જોઈએ. આ સિવાય પણ મોરેટોરિયમ પીરિયડનું વ્યાજ માફ થવાની માંગણી કરવામાં આવી રહી છે. કારણ કે વ્યાજની વસુલાત કરવી એ તો એક રીતે બેવડા માર સમાન હશે. તેનું કારણ એ છે કે આરબીઆઈએ માત્ર EMI ટાળવાની છુટ આપી હતી, જોકે બાકીના હપ્તા પર લાગનાર વ્યાજ તો ચુકવવું પડશે.

લોન લેનારા ગ્રાહકોની દલીલ
1. ગ્રાહકોના એક ગ્રુપે અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીએ મહારાષ્ટ્ર ચેપ્ટર તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલે મંગળવારે સુનાવણીમાં કહ્યું મોરેટોરિયમ ન વધ્યો તો ઘણા લોકો લોન પમેન્ટમાં ડિફોલ્ટ કરશે. આ મામલામાં એક્સપર્ટ કમિટીએ સેકટર વાઈસ પ્લાન તૈયાર કરવો જોઈએ.
2. રિઅલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ તરફથી વકીલ એ સુંદરમે દલીલ કરી હતી કે મોરેટોરિયમમાં ગ્રાહકો પાસેથી વ્યાજ વસુલવુ અયોગ્ય છે. તેનાથી આવનારા સમયમાં નોન પરફોર્મિંગ એસેટ્સ વધી શકે છે.
3. શોપિંગ સેન્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી વકીલ રણજીત કુમારે કહ્યું કે કોરોનાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમને રાહત આપવાના ઉપાય કરવા જોઈએ. આરબીઆઈ માત્ર બેન્કોના પ્રવક્તાની જેમ વાત ન કરી શકે. અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. થિએટર, બાર અને ફૂડ કોર્ટ બંધ છે. આપણે કઈ રીતે કમાઈશું અને કર્મચારીઓને સેલેરી કઈ રીતે આપીશું ? કોર્ટને અપીલ કરીએ છીએ કે સેકટર મુજબ રાહત આપવા બાબતે વિચાર કરવો જોઈએ.

આ પહેલા મંગળવારે સરકારે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા મોરેટોરિયમ પીરિયડ 2 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. સરકારનો આ જવાબ એટલા માટે આવ્યો કારણ કે 26 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે આ મામલામાં 7 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. કોર્ટે કમેન્ટ કરી હતી કે સરકાર આરબીઆઈના નિર્ણયનો લાભ લઈ રહી છે, જોકે તેની પાસે પોતે નિર્ણય લેવાનો અધિકાર છે.

શું છે મોરેટોરિયમ ?
જ્યારે કોઈ પ્રાકૃતિક કે અન્ય મુશ્કેલીના કારણે લોન લેનારની નાણાંકીય સ્થિત ખરાબ થઈ જાય છે તો લોન આપનાર તરફથી પેમેન્ટમાં થોડા સમયની રાહત આપવામાં આવે છે. કોરોનાના સંકટના કારણે દેશમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી કમાવવા અંગેનું સંકટ સર્જાયું હતું. આ સંકટનો સામનો કરવા માટે આરબીઆઈએ 6 મહિનાના મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સમય દરમિયાન તમામ પ્રકારની લોન લેનારને હપ્તાહના પેમેન્ટની ચૂકવણી કરવામાં રાહત મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here