આંતરરાજ્ય-રાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાનાં આદેશ, બુટલેગરોને મળશે મોકળું મેદાન

0
15

અમદાવાદ : રાજ્યના પોલીસ વડાએ ગુજરાતની સરહદોએ પરની તમામ આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે દારૂનો વેપલો તેમજ ગુનાખોરી વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના વડા શિવાનંદ ઝા તરફથી તમામ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી રાજસ્થાન, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવામાં આવે, તેમજ આ તમામ ચેકપોસ્ટ પર કામ કરતા પોલીસ કર્મચારીઓને સ્થાનિક કામગીરીમાં જોડવામાં આવે.

રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ રાજ્યની તમામ આંતર રાજ્ય તેમજ આંતર જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. આ કારણે બનાસકાંઠાની અમીરગઢ , રતનપુર અને શામળાજી ચેકપોસ્ટ પણ બંધ કરી દેવાઈ છે. નોંધનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ આ ત્રણેય ચેકપોસ્ટ પરથી ઘુસાડવામાં આવે છે. રાજસ્થાનને જોડાતી તમામ સરહદી ચેકપોસ્ટ બંધ થવાને કારણે બુટલેગરોને દારૂ ઘુસાડવા માટેનો છુટ્ટો દોર મળી શકે છે તેમજ ગુનાખોરીની પ્રવુતિ વધી શકે છે. 2019નું વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીમાં ધૂમ દારૂ વેચાય છે તેવી સ્થિતિમાં બુટલેગરોને ફાયદો કરાવવા માટે પણ આ પગલું ભરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.

આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થવા મુદ્દે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ નિર્ણય ડીજી કક્ષાએથી લેવાયો છે જેથી કયા કારણોસર કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા નથી. જોકે રાજ્ય સરકાર ડીજીના આ નિર્ણયથી અજાણ હોય તેવી શક્યતા નથી. દરિયાઈ ચેકપોસ્ટ બંધ કરવાને કારણે સુરક્ષા પણ જોખમાઈ શકે છે. દરિયાઈ ચેકપોસ્ટ હટી જતા પાકિસ્તાની ઘુષણખોરો અને આતંકીઓ માટે ગુજરાતમાં ઘુસવું સહેલું પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here