કોરોના ઈન્ડિયા : હરિયાણામાં આઈસોલેશન વોર્ડ બનાવવા માટે ગુરુગ્રામમાં ખાલી ઈમારતોનો સર્વે કરાવવાનો આદેશ; અત્યાર સુધી 3.43 લાખ કેસ

0
24

નવી દિલ્હી. દેશમાં કોરોનાના કેસ વધીને 3 લાખ 43 હજાર 060 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 10014થી વધુ દર્દી મળ્યા છે. સાથે જ એક દિવસમાં 10 હજારથી વધુ દર્દી સાજા પણ થયા છે. આ પહેલા 13 જૂને 8092 સંક્રમિત હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા હતા. દેશમાં 1 લાખ 52 હજાર 776 એક્ટિવ કેસ છે, તો સામે 1 લાખ 80 હજાર 320 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. સોમવારે માત્ર મહારાષ્ટ્રમાં જ 2786, તમિલનાડુમાં 1843, દિલ્હીમાં 1647, ગુજરાતમાં 514 દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

તારીખ સાજા થયા
15 જૂન 10639
14 જૂન 7356
13 જૂન 8092
12 જૂન 7263
10 જૂન 6275

 

કોરોના અપડેટ્સ

  • સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 10 હજાર 667 કેસ મળ્યા અને 380 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ 3 લાખ 43 હજાર 91 કેસ થયા છે. જેમાંથી 1 લાખ 53 હજાર 178 એક્ટિવ કેસ છે. સાથે જ 1 લાખ 80 હજાર 13 રિકવર કેસ છે. તો અત્યાર સુધી 9900 લોકોના મોત થઈ ચુક્યા છે.
  • લખનઉના કિંગ જાર્જ મેડિકલ યુનિવર્સિટી(KGMU)એ મંગળવારે જણાવ્યું કે, 2301 સેમ્પલમાંથી 35 કેસ પોઝિટિવ મળ્યા હતા.
  • પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવો અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે કહ્યું કે, કોરોના સંકટના સમયમાં જનતા ઉપર વધારે બોઝ ન નાંખવો જોઈએ. વધતા ભાવનો પાછા ખેંચવા જોઈએ અને ક્રુડ ઓઈલના ઘટતા ભાવોનો ફાયદો સામાન્ય જનતાને આપવો જોઈએ.
  • દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો કોરોના ટેસ્ટ કરાયો છે. રિપોર્ટ સાંજ સુધી આવશે
  • ગત રાતે કોરોનાના 4 નવા કેસ સામે આવ્યા પછી  મિઝોરમમાં કુલ કેસની સંખ્યા વધીને 121 થઈ ગઈ છે
  • હરિયાણા સરકારે ગુરુગ્રામ જીલ્લામાં ખાલી પડેલી બિલ્ડિંગ્સનો સર્વે કરવા માટે કહ્યું છે. સરકારનું કહેવું છે કે આ બિલ્ડિંગ્સનો આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવે જેથી જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 વાગ્યે 21 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે. આ મીટિંગ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. જેમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરવામાં આવશે. આગળની સ્ટ્રેટજી માટે રાજ્યો પાસેથી ફિડબેક લેવામાં આવશે. અનલોક-1ની અસર પર વાત કરવાની પણ સંભાવના છે. મોદી સતત બે દિવસ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. બુધવારે એટલે કે આવતી કાલે મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પશ્વિમ બંગાળ સહિત 15 રાજ્યો સાથે વાત કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 1 લાખ 10 હજાર 744 કેસ છે. દિલ્હીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે.

રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશઃ અહીંયા સોમવારે સંક્રમણના 133 કેસ સામે આવ્યા હતા. ભોપાલમાં 40, ઈન્દોરમાં 6, ઉજ્જૈનમાં 9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 10 હજાર 935 થઈ ગઈ છે. અત્યાર સુધી 7 હજારથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે. કોરોનાથી અત્યાર સુધી 465 લોકોના મોત થયા છે. રવિવારે સાંજ સુધી રાજ્યના 29 જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી મળ્યો નથી.

ઉત્તરપ્રદેશઃ અહીંયા સોમવારે 476 સંક્રમિત મળ્યા, જ્યારે 18 લોકોના મોત થયા. ગૌતમબુદ્ધનગરમાં 60, મેરઠમાં 25, કાનપુરમાં 19, આગરામાં 16 દર્દી વધ્યા છે. પૂર્વ સાંસદ અને સપા નેતા ધર્મેન્દ્ર યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી અત્યાર સુધી 417 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં સોમવારે રેકોર્ડ 2786 દર્દી મળ્યા, જ્યારે 178ના મોત થયા છે. હવે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 10 હજાર 744 થઈ ગઈ છે. સાથે જ 56 હજાર 49 સાજા પણ થયા છે. સોમવારે અલગ અલગ હોસ્પિટલમાંથી 5071 કોરોના દર્દી સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 47.2% છે.

રાજસ્થાનઃ અહીંયા સોમવારે 287 પોઝિટિવ દર્દી મળ્યા હતા, જ્યારે 9 દર્દીઓના મોત થયા હતા. જયપુરમાં 41, જોધપુરમાં 20, પાલીમાં 46, સીકરમાં 19, સિરોહીમાં 10, અલવરમાં 38, ઝૂંઝૂનૂમાં 18નો રિપોર્ટ પોઝિટિવઆ આવ્યો હતો. રાજ્યમાં કુલ 301 લોકોના અત્યાર સુધી મોત થયા છે.

બિહારઃ અહીંયા સોમવારે 187 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂર્ણિયામાં 22, સીવાનમાં 16, મધુબનીમાં 12, મુઝફ્ફરપુરમાં 18 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ 6662 લોકો સંક્રમણના સંકજામાં આવ્યા છે, જેમાંથી 2570એક્ટિવ દર્દી છે, બિહારમાં 38 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here