Monday, October 25, 2021
Homeગાંધીનગર : વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે તમામને કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો...
Array

ગાંધીનગર : વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવેશ માટે તમામને કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો આદેશ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી પહેલી માર્ચથી શરુ થઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામા સરકારી કામકાજ માટે જતાં અધિકારીઓ, ધારાસભ્યો તેમજ પત્રકારો સહિતના લોકો માટે રેપિડ અને એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યાં છે. જેના માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં જે લોકોને ટેસ્ટ નેગેટિવ આવશે તે લોકોને જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે.

નેગેટિવ રીપોર્ટ આવશે તેમને જ પ્રવેશ મળશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે સંયુક્ત સચિવ ગૌરાંગ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પહેલી માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું આઠમું બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. ત્યારે કોરોના મહામારીને કારણે ગૃહમાં આવનારા અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને પત્રકારો સહિતના લોકો માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તે જ લોકોને વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. ટેસ્ટ માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું એક સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.

નીતિનભાઈ નવમી વખત બજેટ રજુ કરશે
નીતિનભાઈ નવમી વખત બજેટ રજુ કરશે
પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડાશે
ગુજરાત વિધાનસભાનું સત્ર પહેલી માર્ચે મળશે, કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે, અને પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટનસિંગ સાથે ધારાસભ્યો ની બેઠક વ્યવસ્થા રહેશે. નાણાંમંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો લઇને ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નિતિન પટેલે દરેક વિભાગ ની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે. જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચ ની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભાનું બજેટ સત્ર એક મહિના માટે મળે તેવી સંભાવના છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ગૃહની અંદર કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વખતે કોરોના ની ગાઇડ લાઇનનો સંપૂર્ણ અમલ કરવાની સાથે મળશે. જેમાં વિધાનસભા ગૃહની અંદર કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મુકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. આગામી બજેટ સત્ર દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની સાથે કેટલાક ફેરફાર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ગૃહ ની અંદરની બેઠક વ્યવસ્થા ની સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે થઈને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવનાર છે. એના માટે થઈને કેટલાક સુધારા-વધારા કરવાની જરૂરિયાત ઊભી થઇ છે તેને લઇને વિચારણા ચાલી રહી છે.
બજેટ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ માટે ખાસ વ્યવસ્થા કરાશેબજેટ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ માટે ખાસ વ્યવસ્થા કરાશે
નીતિનભાઈ પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે
વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા બદલાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વચ્ચે યોગ્ય અંતર જાળવવા બેઠક વ્યવસ્થામાં ફેરફાર થશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નીતિનભાઈ પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપ્ ના પૂર્વનાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. જેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા 2021-22નુ બજેટ રજૂ કરીને પોતાનો રેકોર્ડ પોતે જ તોડશે. નીતીનભાઇ પટેલ દ્વારા અત્યાર સુધીમાં બે વખત લેખાનુદાન અને છ વખત પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments