મુંબઈમાં પ્રાઈવેટ હોસ્પિટલોને 80% બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના આદેશ

0
2

મુંબઈમાં કોરોનાના કારણે થઈ રહેલી ખરાબ પરિસ્થિતી વચ્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ પ્રાઈવેટ હોસ્પિટલોને એક મહત્વનો સર્ક્યુલર જાહેર કર્યો છે. જે અનુસાર, પ્રાઈવેટ હોસ્પિટલોએ 80% કોવિડ બેડ અને 100% ICU બેડ વોર્ડ વોર રૂમ એલોટમેંટના કોરોનાના દર્દીઓ મારે રિઝર્વ રાખવા પડશે. હોસ્પિટલોને કોરોનાના કોઈ પણ દર્દીને સીધા જ દાખલ કરવાની મનાઈ કરી છે. BMC કમિશ્નર આઇએસ ચહલે જણાવ્યુ હતું કે તમામ કોરોનાના દર્દીઓને કોરોના વોર રૂમ દ્વારા જ બેડની ફાળવણી કરવામાં આવશે. એવામાં કોઈ પણ દર્દી લેબથી સીધો જ કોરોના પોઝિટિવ રિપોર્ટ લેવાના પ્રયાસ ન કરે.

સતત છઠ્ઠા દિવસે 50,000થી વધી દર્દી મળ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,119 નવા કોરોના ચેપ લાગ્યા હતા. 36,983 સાજા થયા અને 266 મૃત્યુ પામ્યા. આ પ્રકારે સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 18,883નો વધારો થયો છે. અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.21 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.37 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

દેશમાં સતત છ દિવસથી 50,000થી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે, તેમાંથી ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે આ આંકડો 60,000ને પાર થઈ ગયો.

કોરોનાં અપડેટ્સ…

દિલ્હી સરકારે કહ્યું હતું કે હાલમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે નહીં. પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત ઘણાં વધુ રાજ્યોએ પણ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

પંજાબની તમામ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પંજાબ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 4 મે અને 20 એપ્રિલથી શરૂ થશે.

ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢની તમામ શાળાઓને 10 એપ્રિલ સુધી ફક્ત ઓનલાઇન વર્ગો લેવાનું કહ્યું છે. તામિલનાડુ સરકારે પણ રાજયની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

7 મુખ્ય રાજ્યની હાલની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર: 

સોમવારે અહીં 31,643 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,854 સાજા થયા, જ્યારે 112 લોકોનાં મોત થયાં. છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં 10 હજારનો ઘટાડો જોવા મળ્યો. આ પહેલાં રવિવારે 40,414 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 27.45 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 23.53 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 54,283 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં 3.36 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ : 

અહીં સોમવારે 2,868 નવા દર્દી સામે આવ્યા હતા. 2,583 લોકો સાજા થયા, જ્યારે 59 લોકોનાં મૃત્યુ થયાં. તેના કરતાં વધુ 102 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં થયા હતા. પંજાબમાં અત્યારસુધીમાં 2.34 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.03 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,749 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે હાલમાં 24 હજાર 143 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ: 

સોમવારે અહીં 2,323 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1349 લોકો સ્વસ્થ થયા, જ્યારે 9 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.91 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.71 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,967 મૃત્યુ પામ્યા છે. હાલમાં 15,150 લોકો સારવાર હેઠળ છે.

4. ગુજરાત : 

સોમવારે અહીં 2,252 નવા દર્દી મળી આવ્યા હતા. 1,731 દર્દી સાજા થયા, જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.03 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.86 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,500 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 12,041 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અહીં 407 કેસ નોંધાયા હતા, ત્યારથી દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

5. દિલ્હી:

સોમવારે અહીં 1,904 નવા કેસ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં 29 માર્ચના રોજ 1,881 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 1,411 દર્દી સાજા થયા અને 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં અત્યારસુધીમાં 6.59 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.40 લાખ લોકો સાજા થયા અને 11,012 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 8,032 સારવાર હેઠળ છે.

6. હરિયાણા :

સોમવારે અહીં 995 નવા દર્દીઓ મળી આવ્યા, 801 સાજા થયા અને 2 મૃત્યુ પામ્યા. આ પહેલાં અહીં સતત 3 દિવસથી નવા દર્દીની સંખ્યા 1000થી વધુ હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 2.88 લાખ લોકો આ મહામારીથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.76 લાખ લોકો સાજા થયા છે અને 3,143 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં હાલમાં 9,312 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

7. રાજસ્થાન : 

અહીં સોમવારે 902 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 267 દર્દી સાજા થયા. આ પહેલાં અહીં સતત 5 દિવસથી નવા કેસ વધારો નોંધાઈ રહ્યો હતો. રવિવારે આ આંકડો 1,081 રહ્યો હતો. રાજ્યમાં અત્યારસુધી 3.31 લાખ દર્દીઓ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.20 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,813 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 7794 દર્દી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here