Wednesday, January 19, 2022
Homeસુરતસુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સનું આયોજન

સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સનું આયોજન

સુરતમાં આવેલી લાજપોર જેલ અત્યારના સમયમાં આધુનિક કહેવાય છે. ત્યારે આ લાજપોર જેલમાં બંદીવાનો માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સ થા સેકન્ડ D.G.PRISON ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ ફોટો કોઈ શહેરની કોલેજ કે સ્કૂલ કે ગ્રાઉન્ડના નથી પણ લાજપોર જેલની અંદર રહેલા કાચા કામના અને પાકા કામના બંદીવાનો અલગ અલગ ગેમો રમી રહ્યા છે.

આમ તો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે કોઈ ગુનામાં વ્યક્તિને લાજપોર જેલમાં પોલીસે ધકેલવામાં આવ્યા. પણ આજે વાત કાંઈક અલગ છે. ત્યાં સુરતની આધુનિક કહેવાતી લાજપોર મધ્યસ્થ જેલ સુરતના સ્ત્રી -પુરૂષ બંદીવાનોમાં રમત-ગમતના ક્ષેત્રમાં જાગૃતિ આવે તેમજ કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય અને કેદીઓનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સકારાત્મક અને તંદુરસ્ત રહે તેવા ઉમદા હેતુથી લાજપોર જેલમાં “પ્રિઝન ઓલમ્પિક -૨૦૨૧” ની ફાઈનલ ગેમ્સ ૧૦૦ મીટર દોડ , ૨૦૦ મીટર દોડ , ૪૦૦ મીટર દોડ , રસ્સાખેંચ , વોલીબોલ , કેરમ , ચેસ , લીબું-ચમચી, કોથળા દોડ , લાંબી કૂદ તથા અન્ય રીક્રિએશનલ એક્ટીવીટીઝના ગેમો રમાડવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular