Saturday, May 24, 2025
Homeમૂળી : ના પાડી છતાં રમો છો કહી શિક્ષક વર્ગખંડમાં જ 20...
Array

મૂળી : ના પાડી છતાં રમો છો કહી શિક્ષક વર્ગખંડમાં જ 20 વિદ્યાર્થીઓ પર લાકડી લઇ તુટી પડ્યો, 15 છાત્રોને હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

મૂળીઃ મૂળી તાલુકાનાં ધોળીયા ગામે બુધવારે 20 જેટલા વિદ્યાર્થીઓને મે નાં પાડી તેમ છતા કેમ રમો છો કહી રૂમમાં પુરી શિક્ષકે સોટી વડે માર મારતા સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી છે. મૂળ ખેડા જિલ્લાના વતની દેવેન્દ્રભાઇ ઝાલા મૂળીના ધોળીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 13 વર્ષથી ધો. 4 અને 5ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને સાથે તેમના પત્નિ દક્ષાબેન પણ ત્યાં જ શિક્ષીકા છે.

ધોળીયા ગામમાં જ વાડી લઇ તેમાં મકાન બનાવી દંપતી રહે છે. બુધવારે સાંજે 4 વાગ્યા આસપાસ શાળામાં ધો. 6 થી 8ના 20 વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા. ત્યારે શિક્ષક દેવેન્દ્રભાઇ ઝાલાએ તમને રમવાનું કોને કિધુ તેમ કહી રૂમમાં બેસવા જણાવ્યું હતુ. જેથી બાળકો રૂમમાં જતા 5 વાગે શાળા છૂટ્યા બાદ રૂમમાં વિદ્યાર્થીઓને છુટ્ટા હાથ તેમજ લાકડી વડે બેફામ માર માર્યો હતો. બાળકોએ ઘરે જઇને વાલીઓને હકીકત જણાવી હતી. આથી 15 થી વધુ બાળકોને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. બનાવની જાણ થતા સરપંચ જશરાજભાઇ સાતોલા આવ્યા હતાં.

અમોને બીજા શિક્ષકે રમવાનું કિહ્યું હતું : છાત્રો
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમોને શાળાના બીજા શિક્ષકે રમવાનુ કહેતા અમે મેદાનમાં હતા. જેથી શિક્ષક દેવેન્દ્રભાઇ ગુસ્સે ભરાતાં કલાસરૂમમાં પૂરીને બધાને સોટી વડે ઢોર માર માર્યો હતો. જેથી સારવાર લેવા આવ્યા છીએ.

શિક્ષણ વિભાગમાંથી કોઇ ફરકયુ જ નહી
બુધવારે સાંજે બનાવ બનતા તુરંત જ અમોએ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી હતી. આવી ગંભીર ઘટના હોવા છતાં કોઇ અધિકારીએ 12 કલાક સુધી વિદ્યાર્થીઓની કે શાળાની મુલાકાત લેવાની પણ તસ્દી લીધી ન હતી. કોઇ વાલી શિક્ષકને હાની પહોંચાડશે તો અમારી કોઇ જવાબદારી રહેશે નહી. – જશરાજભાઇ સાતોલા, સરપંચ

શિક્ષકને કારણદર્શક નોટિસ અપાઇ
મૂળી તાલુકાના ધોળીયા ગામે બનેલ બનાવની જાણ થતા વિદ્યાર્થીઓની અને શાળાની ગુરૂવારે સવારે રૂબરૂ મુલાકાત લેવાઇ હતી.આ બનાવમાં હાલ શિક્ષકને કારણદર્શક નોટીસ પાઠવી બે દિવસમાં જવાબ રજૂ કરવા જણાવાયુ છે. ત્યારબાદ તેમની સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી થશે. – એચ.એચ.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular