ઓરિસ્સામાં ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ : કેપ્ટન અને મહિલા પાયલટનું મોત, દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ પ્રોબ્લેમ શક્ય છે

0
8

ઢેનકેનાલ. ઓરિસ્સાના ઢેનકેનાલ જિલ્લામાં ટૂ-સીટર ટ્રેનર એરકરાફ્ટ ટેક-ઓફના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનામાં કેપ્ટન સંજીવ કુમાર ઝા અને ટ્રેની પાયલટ અનીસ ફાતિમાનું મોત થયું છે. ઝા બિહારમાં રહેતા હતા જ્યારે ફાતિમા તમિલનાડુની હતી. બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઘટના બિરાસલ એરસ્ટ્રિપ પર થઈ હતી.

માહિતી મળતાં જ ગવર્નમેન્ટ એવિયેશન ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ અને પ્રશાસનના અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારી હાલ ટેક્નિકલ ફોલ્ટને દુર્ઘટનાનું કારણ માની રહ્યા છે. ઘટનાની તપાસ પછી સાચુ કારણ જાણવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here