અસ્થિ વિસર્જન : વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના 108 અસ્થિ કુંભ વિસર્જન કરાયા

0
4

કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા લોકોના 108 અસ્થિ કુંભ તૈયાર કરીને ચાંદોદ નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે આજે વિસર્જન કરવામાં આવ્યું હતા. વડોદરાના વાસણા સ્મશાન ખાતેથી પૂજા-વિધિ કરીને અસ્થિ કુંભ રથમાં અસ્થિ કુંભને ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે લઇ જવામાં આવ્યા હતા. ચાંદોદ નર્મદા કિનારે ખાતે અસ્થિઓની પૂજા-કરવામાં આવી હતી અને મૃતાત્માઓના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અનેક પરિવારો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના ગભરાટના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી, ત્યારે વડોદરાની વડોદરા પશ્ચિમ ઝોન યુવા હેલ્પ ગૃપ, નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ, હિન્દુ જાગરણ મંચ અને સારા વડોદરા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ દ્વારા 108 મૃતકોના અસ્થિ કુંભ તૈયાર કરવામાં આવ્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા લોકોના 108 અસ્થિ કુંભ તૈયાર કરીને ચાંદોદ નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે આજે વિસર્જન કરવામાં આવ્યું

અગાઉ પણ સંસ્થાઓએ અસ્થિ વિસર્જન કર્યાં હતા
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ અનેક વિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા જે લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શક્યા નથી. તેવા લોકોના અસ્થિ કુંભ તૈયાર કરીને પવિત્ર તિર્થ સ્થાન ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા. આજે અસ્થિ વિસર્જનના કાર્યમાં નિરજ જૈન, નારાયણ રાજપુત સહિત સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.

વાસણા સ્મશાનથી પૂજા-વિધિ કરીને અસ્થિ કુંભ રથમાં અસ્થિ કુંભને ચાંદોદ ખાતે વિસર્જન કરવા લઇ જવાયા હતા

અમે વધુમાં વધુ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ
સંસ્થાઓના અગ્રણીઓ નિરજ જૈન, નારાયણ રાજપૂતે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં દેવલોક પામેલા સૌ સ્વજનોના આત્માને ભગવાના શાંતિ આપે અને સૌ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સમગ્ર માનવજાત પરથી આ કોરોના સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં અમારી સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકોને મદદરૂપ થવાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે અસ્થિ વિસર્જનનું કાર્ય કરવામાં આવ્યું હતું.

અગાઉ પણ સંસ્થાઓએ અસ્થિ વિસર્જન કર્યાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here