વડોદરા : ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ,

0
5

વડોદરામાં અધિકારીઓએ જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે ઓએસડી વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોતું. ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન વખતે 50થી વધારે લોકો એક જ જગ્યા પર એક સાથે ભેગા થઇ ગયા હતા.

 

કોવિડ હોસ્પિટલનો સ્ટાફ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલ્યો

ગોત્રી કોવિડ હોસ્પિટલનો સ્ટાફ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું ભૂલી ગયો હતો. ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક કર્મચારીઓ પાસે માસ્ક હોવા છતાં પહેર્યુ નહોતુ. સામાન્ય વ્યક્તિઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધતી પોલીસે હજી સુધી આ મામલે ગુનો નોંધ્યો નથી.

 

વડોદરાની જવાબદારી સોંપાઇ છે તેવા વિનોદ રાવે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની તસ્દી ન લીધી

વિનોદ રાવને કોરોના સ્પેશિયલ ઓફિસર તરીકે વડોદરામાં નિમણૂંક થયેલી છે, ત્યારે આખા વડોદરાની જવાબદારી જેમને સોંપાઇ છે તેવા OSD વિનોદ રાવે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની તસ્દી લીધી નહોતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here