Thursday, August 5, 2021
Homeકોરોના વચ્ચે ફિલ્મ શૂટિંગની મંજૂરી : કેમેરા ફેસ કરનારા કલાકારોને બાદ કરતા...
Array

કોરોના વચ્ચે ફિલ્મ શૂટિંગની મંજૂરી : કેમેરા ફેસ કરનારા કલાકારોને બાદ કરતા અન્ય લોકોએ માસ્ક પહેરવું જરૂરી, 6 ફુટનું અંતર રાખવું પડશે

સરકારે કોરોના મહામારી દરમિયાન ફિલ્મ અને ટીવી કાર્યક્રમોના શૂટિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) જાહેર કરી દીધું છે. કેમેરો ફેસ કરનારા કલાકારો સિવાય શૂટિંગ સાથે જોડાયેલા કામોમાં સામેલ લોકોને પબ્લિક અને વર્કપ્લેસ પર માસ્ક પહેરવું જરૂરી હશે. એક બીજા સાથે ઓછામાં ઓછું 6 ફુટનું અતંર રાખવું પડશે. વધુ જોખમ વાળા કર્મચારીઓને પબ્લિક કોન્ટેક્ટના ફ્રન્ટલાઈન કામ નહીં કરાવવામાં આવે.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં શું શું સામેલ?

  1. વધુ જોખમ વાળા કર્મચારીઓને વધુ સાવધાની રાખવી પડશે, તેમને પબ્લિક કોન્ટેક્ટ વાળા ફ્રન્ટલાઈનના કામોમાં ન કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તમામ વર્ક પ્લેસ અને પબ્લિક પ્લેસ પર માસ્ક પહેરવું જરૂરી હશે
  3. વાંરવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. હેન્ડ સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો. એન્ટ્રી પોઈન્ટ અને કામના એરિયા પર થૂંકવા પર પ્રતિબંધ રહેશે.
  4. રેસ્પાયરેટરી એટીકેટ્સનું સખત પાલન કરવું પડશે.
  5. આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.
  6. એન્ટ્રી પોઈન્ટ્સ પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવી પડશે. માત્ર એસિમ્પ્ટોમેટિક લોકોની જ એન્ટ્રી મળશે.
  7. પાર્કિંગમાં અને શૂટિંગ કેમ્પસની બહાર પણ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખવું પડશે.
  8. કેમ્પસની અંદર સોશિયલ ડિસટન્સીંગ જાળવવા માટે માર્કિંગ કરવું પડશે.
  9. કોરોનાથી બચાવના ઉપાય જણાવતા પોસ્ટર, સ્ટેન્ડી અથવા ઓડિયો વિજ્યુઅલ મીડિયાનો સહારો લઈ શકો છો.
  10. સોશિયલ ડિસટન્સીંગ સાથે સિટિંગ અરેન્જમેન્ટ કરવું પડશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments