કોરોના : વડાપ્રધાન મોદીએ કહ્યું- આપણો દુશ્મન દેખાતો નથી : અદ્રશ્ય સાથે લડાઈમાં કોરોના વોરિયર્સ અડગ છે, આપણી જીત નક્કી છે

0
7

નવી દિલ્હી.  વડાપ્રધાન મોદી સોમવારે કર્ણાટકના રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જુબલી કાર્યક્રમનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું. તેમણે કહ્યું કે, વાઈરસ જોવા મળતો નથી, પણ આપણા પોલીસકર્મી, મેડિકલ ટીમ એટલે કે આપણા કોરોના વોરિયર્સ જોવા મળે છે. એ લોકો અડગ છે. આ લડાઈ જોવા ન મળતા દુશ્મનો અને મજબૂતાઈથી ઝઝૂમી રહેલા યોદ્ધાઓ વચ્ચે છે. જેમાં આપણા મેડિકલ વર્કર્સની જીત નક્કી છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે કોરોનાની લડાઈમાં કામ કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે અભદ્ર વર્તન અને હિંસા ક્યારે ચલાવી લેવાશે નહીં.

મોદીએ એવું પણ કહ્યું કે, ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્માન ભારત ચાલી રહી છે. બે વર્ષથી ઓછા સમયમાં આનાથી એક કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આ યોજનાથી સૌથી વધારે ફાયદો મહિલાઓ અને ગ્રામીણ લોકોને થયો છે. 22 એઈમ્સ ઝડપથી બનાવવા માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષોમાં MBBSની 30 હજાર અને પીજીની 15 હજાર સીટ વધારવામાં સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here