કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 33.18 લાખ ટેસ્ટમાંથી 1,14,996 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં કુલ 95,265 દર્દી ડિસ્ચાર્જ અને 3,230નાં મોત

0
0

રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં વાઈરસનો ભય વધી રહ્યો છે. અહીં દરરોજ કેસ તેમજ મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, લોકો બેફિકર જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યાં વગર ફરતા જોવા મળે છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,14,996 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 95,265 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,230એ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 33,60,318 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ, હાલ રાજ્યની અલગ-અલગ હોસ્પિટલોમાં કુલ 16,501 એક્ટિવ કેસ છે, જેમાંથી 93 દર્દી વેન્ટિલેટર પર અને 16,408 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે 24 કલાક દરમિયાન કુલ 71,507 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,334 નવા દર્દી નોંધાયા અને 1,255 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ 17 દર્દીના કોરોનાને કારણે મોત થયાં છે.

મુખ્યમંત્રીએ કોરોના ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના ટેસ્ટિંગ માટે રાજ્યના સૌ નાગરિકો-પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે એ માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં સૌને અપીલ કરી છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને એ ટેસ્ટ પ્રત્યે કોઈએ ભય-ડર રાખવાની જરૂર નથી.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
કુલ આંક 53,560 789 50,458

 

રાજ્યમાં 1,14,996 કેસ, 3,230 મોત અને કુલ 95,265 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 33,902 1,761 27,894
સુરત 24,452 696 20,862
વડોદરા 9,837 152 8,102
ગાંધીનગર 2,957 67 2,383
ભાવનગર 3,505 54 2,951
બનાસકાંઠા 1,421 19 1,425
આણંદ 935 16 855
અરવલ્લી 504 25 369
રાજકોટ 6,848 113 4,554
મહેસાણા 1,958 28 1,322
પંચમહાલ 1,882 18 1,507
બોટાદ 617 5 471
મહીસાગર 747 3 640
પાટણ 1,349 40 1,267
ખેડા 1,095 15 1007
સાબરકાંઠા 875 10 674
જામનગર 4,188 30 3,925
ભરૂચ 1,877 14 1,640
કચ્છ 1,633 31 1,191
દાહોદ 1,439 6 1,100
ગીર-સોમનાથ 1,180 17 983
છોટાઉદેપુર 417 2 334
વલસાડ 1,084 9 997
નર્મદા 779 0 675
દેવભૂમિ દ્વારકા 424 4 396
જૂનાગઢ 2,230 31 1,903
નવસારી 1,052 7 911
પોરબંદર 377 4 356
સુરેન્દ્રનગર 1,448 9 1,147
મોરબી 1,275 15 978
તાપી 480 4 432
ડાંગ 79 0 60
અમરેલી 1,664 22 1,279
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,14,996 3,230 95,265

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here