Saturday, February 15, 2025
HomeઅમદાવાદAHMEDABAD : કુલ ૭.૫૪ કરોડ કરદાતામાંથી ૬.૫૦ કરોડે ટેક્સ ભરવો જ નહિ...

AHMEDABAD : કુલ ૭.૫૪ કરોડ કરદાતામાંથી ૬.૫૦ કરોડે ટેક્સ ભરવો જ નહિ પડે

- Advertisement -

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં ૨૦૨૫-૨૬ના વર્ષનું બજેટ રજૂ કરતાં વાર્ષિક રૃ. ૧૨ લાખ સુધીની આવક ધરાવનારા કરદાતાઓને એક પણ રૃપિયો ટેક્સ ન ભરવો પડે તેવી જોગવાઈ દાખલ કરી દેતા ભારતના કુલ સાત કરોડ ચોપ્પનલાઘ, એકસઠ હજાર બસોને છ્યાંસી કરદાતાઓમાંથી છ કરોડ પસાચ લાખ કરદાતાઓને માથે ટેક્સ ભરવાની જવાબદારી આવશે નહિ. પરંતુ રિટર્ન તો તેમણે સહુએ ભરવાના આવશે જ આવશે. સરકારે મહેનત કરીને ટેક્સ બેઝ છેલ્લા ચારથી પાંચ વર્ષમાાં બમણો કરી દીધો છે. પરંતુ નવી જોગવાઈને કારણે અંદાજે ૮૭ ટકા કરદાતાઓ પર ટેક્સ ભરવાની જવાબદારી જ આવશે નહિ.

આવકવેરા ખાતાને અંદાાજે રૃા. ૨૨ લાખ કરોડની વાર્ષિક આવક થાય છે. તેમાંથી માત્ર ૬.૨૨ ટકા આવક જ વાર્ષિક રૃા. ૧૨ સુધીની લાખની આવક ધરાવનારા કરદાતાઓના વર્ગ તરફથી આવી રહી છે. આમ તેમનો ફાળો ૧.૨૫ લાખ કરોડથી વધારેનો ન હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. તેનાથી સરકારની આવકવેરાની આવકમાં અંદાાજે એક લાખ કરોડનો ઘટાડો થઈ જવાનો અંદાજ છે.

જોકે કરદાતાઓના હાથમાં બચનારા રૃા. ૧ લાખ કરોડની રકમ બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદવા માટે વપરાવાની છે. તેમ જ મનોરંજન માટે જ ખર્ચાવાની છે. આજની નવી પેઢી બચતમાં બહુ માનતી ન હોવાથી અને અત્યારે જ જિંદગીની મજા માણી લેવાની માનસિકતા ધરાવતી હોવાથી તેઓ બચત કરવાને બદલે ખર્ચ કરવાનું જ વધુ પસંદ કરશે. પરિણામે તેમાંથી ખાસ્સી આવક વેટ અને જીએસટીની આવકના સ્વરુપમાં મેળવી લેશે. સૌથી વધુ યવાનો ધરાવતા ભારત દેશના યુવાનો બચત નહિ કરે તો તેમણે ભવિષ્યમાં ભયંકર આર્થિક ભીડનો સામનો કરવો પડી શકે છે.

આમ ટેક્સ પેયર્સ બેઝ બહુ જ મોટો દેખાશે પરંતુ વાસ્તવમાં ટેક્સ ભરનારાઓની સંખ્યા એક કરોડ ચાર લાખની આસપાસની જ રહે જવાની શક્યતા રહેલી છે. જોકે રૃા. ૧૨ લાખ સુધીની આવક પરનો અંદાજે ૬૦,૦૦૦ સુધીના ટેક્સ રિબેટનો લાભ મેળવવા માટે તમામ કરદાતાઓએ તેમના આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા જ પડશે.

આ વખતના બજેટમાં સિનિયર સિટીઝન અને સુપરસિનિયર સિટીઝનને વિશેષકોઈજ  લાભ આપવામાં આવ્યો નથી. સરકારે કલમ ૮૭-એ હેઠળ વધારાનું રૃા. ૩૫૦૦૦નું રિબેટ આપવાની જાહેરાત કરી તેને પરિણામે રૃા. ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓએ કોઈ જ ટેક્સ ભરવો પડશે નહિ.નવી સિસ્ટમમાં રૃ. ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનાર કરદાતાને વેરામાં રૃ. ૮૦,૦૦૦નો લાભ મળશે.  આ જ રીતે રૃ. ૧૨ લાખથી વધુ અને રૃ. ૧૬ લાખ સુધીની આવક ધરાવનાર કરદાતાને વેરામાં રૃ. ૫૦,૦૦૦નો લાભ મળશે. જ્યારે રૃ. ૧૬ લાખથી વધુ અને રૃ. ૨૦ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાને રૃ. ૯૦,૦૦૦નો વેરા લાભ મળશે. રૃ. ૨૦ લાખથી વધુ અને રૃ. ૨૪ લાખની આવક ધરાવનરા કરદાતાને રૃ. ૧,૧૦,૦૦૦નો વેરાનો લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular