સુરત : વેસુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 660 ફ્લેટ ધારકોને કબ્જો ન સોંપવામાં આવતાં રોષ.

0
0

વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો હતો. જેમાં વેસુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. દરમ્યાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજદિન સુધી ફ્લેટનો કબ્જો ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી આજે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબ્જો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.

પાલિકાના અધિકારીઓની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ બાળકો સાથે હાજર રહ્યા હતા.
પાલિકાના અધિકારીઓની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ બાળકો સાથે હાજર રહ્યા હતા.

 

પાલિકાના અધિકારીઓએ પ્રોજેક્ટ મેનેજરને ખખડાવ્યા

વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018 માં ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણા ચૂકવી દીધા હોવા છતાં બે વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોપવામાં આવ્યો નથી. જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ફ્લેટનો કબ્જો તાત્કાલિક આપવા માંગ કરી હતી. જેથી આજે પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટ મેનેજરની ખખડાવી કામ ઝડપથી પુરૂ કરી કબ્જો આપવા જણાવ્યું હતું.

પાલિકાના અધિકારીઓએ પ્રોજેક્ટ મેનેજરને ખખડાવ્યા.
પાલિકાના અધિકારીઓએ પ્રોજેક્ટ મેનેજરને ખખડાવ્યા.

 

રહિશોની હાલત કફોડી થઈ

લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની છે. એક તરફ આ ફ્લેટના બેંકના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની છે. જેથી મનપા કમિશ્નર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યાં છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here