ગાંધીનગર : કલોલ નગરમાં રોડ, સ્ટ્રીટલાઈટ અને લાઈબ્રેરીના કામો મોકૂફ રખાતા રોષ

0
3
  • ટેક્સ આકારણી , જાહેરાતનાં હોર્ડિંગ્સનાં કામો મંજૂર કરવામાં આવ્યાં
  • કલોલ પાલિકાની કારોબારીમાં 7 કામમાંથી 3 મંજૂર
  • વિપક્ષ તરફથી કરાયેલો વિરોધ

કલોલ. નગરપાલિકામાં ગુરુવારે કારોબારી સભાની બેઠક મળી હતી. જેમાં એજન્ડાના કામ 7 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર કામો મુલતવી રાખવામાં આવ્યા હતા. આ રીતે નગરજનોની સુવિધા માટેના કામો મોકુફ રાખવામા આવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

વિકાસના કામો સાથેના સાત કામો રજૂ કરવામાં આવ્યા

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામો અર્થે પ્રમુખ દ્વારા સરકયુલર ઠરાવ નંબર એકથી કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેનો વિપક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ કામો રદ કરવા માટે પાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે પાલિકાના કમિશનરે બન્ને પક્ષની દલીલો સાંભળી આ કામો કારોબારીમાં મંજૂર કરાવવા માટેની સૂચનાઓ આપી હતી. ત્યારબાદ ગુરુવારે કલોલ નગર પાલિકાના સભાખંડમાં કારોબારીના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિકાસના કામો સાથેના સાત કામો રજૂ કરવામાં આવ્યા હતા.

વકીલોની નિમણુંક કરવી જેવા કામો મંજૂર કરવામાં આવ્યા

ત્યારે કારોબારીમાં વિપક્ષની બહુમતી હોવાથી વિપક્ષે વિકાસના ચાર કામો મુલતવી રાખ્યા હતા. જ્યારે જાહેરાતના હોર્ડિંગ્સ અને ટેક્સની આકારણી તથા સંસ્થા માટે વકીલોની નિમણુંક કરવી જેવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ અંગે નગર પાલિકાના વિરોધ પક્ષ નેતા શાદુલ્લાખાન એન.પઠાણે જણાવ્યુ હતુ કે પાલિકાની કારોબારીમાં મૂકવામા આવેલા 7 કામોમાંથી 4 કામો કન્સલ્ટન રિપોર્ટ સાથે આગામી કારોબારીમાં રજૂ કરવા ઠરાવ કરવામા આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here