Saturday, September 25, 2021
Homeગુજરાત : રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થશે બંધ
Array

ગુજરાત : રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થશે બંધ

ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ હવે બંધ થશે. આઉટસોર્સિંગના કર્મચારીઓને હવે બોનસ તેમજ લીવ ઓન કેશ તેમજ ડ્રેસ વોશિંગના નાણાં ચૂકવવામાં આવશે. રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરીને આ સ્પષ્ટતા કરવામાં આવી છે. એસ્ક્રો એકાઉન્ટ મારફકતે કર્મચારીઓને નાણાં ચૂકવાશે. પીએફ, ESIC તેમજ GST ભર્યાનું ચલણ રજૂ કર્યા બાદ જ એજન્સીઓને સર્વિસ ચાર્જ મળશે.

છેલ્લાં પાંચ વર્ષથી આઉટસોર્સિંગના કર્મચારીઓને બોનસ અને રજા પગારના નાણાં ચૂકવવામાં નથી આવ્યાં. 5 વર્ષમાં આઉસસોર્સ એજન્સીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે હવે આરોગ્ય કમિશનરની સ્પષ્ટતા બાદ આઉટસોર્સિંગ એજન્સીઓ ગેરરીતિ નહીં આચરી શકે.

આઉટસોર્સિંગ કર્મચારીઓને મળશે આ લાભો

બોનસ મળશે.

લીવ ઓન કેશ મળશે.

ડ્રેસ વોશિંગના નાણાં ચૂકવવામાં આવશે.

એસ્ક્રો એકાઉન્ટ મારફકતે કર્મચારીઓને નાણાં ચૂકવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments