વડોદરા : આઉટસોર્સિંગના કર્મચારીઓએ પગાર પ્રશ્ને રેલી યોજી : હડતાળની ચીમકી ઉચ્ચારી.

0
7

વડોદરા શહેર અને જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ફરજ નિભાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓના પગાર પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં આવતા આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ઋષિ વાલ્મિકી સમાજ સુરક્ષા સેવા સંસ્થાનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આઉટસોર્સિંગ ના કર્મચારીઓએ પગાર પ્રશ્ને રેલી યોજી હતી અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે હડતાળ પાડવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આરોગ્ય વિભાગમાંથી કર્મચારીઓના હિતમાં પરિપત્રો થાય છે, પરંતુ અમલ થતો નથી

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આઉટસોર્સિંગના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને તેમના વેતન બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા થતાં શોષણ અંગે અવારનવાર આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર તેમજ વિવિધ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. આરોગ્ય વિભાગમાંથી અવારનવાર કર્મચારીઓના હિતમાં પરિપત્રો કરવામાં આવે છે. પરંતુ, તેનો અમલ કરવા સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

કોરોના વોરિયર્સના ઘર પરિવારના લોકોને ભૂખે ટળવળે છે

હાલમાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, આઉટસોર્સિંગ કર્મચારીઓના કોન્ટ્રાક્ટરે ફરજિયાત એકાઉન્ટમાં કર્મચારીઓના પગાર કરવાનો આદેશ આપ્યો છે, તેમ છતાં પણ તેનો અમલ અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતો નથી જેના કારણે હાલમાં કર્મચારીઓના પગાર થતા નથી. જેથી આ ઘડી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. અત્યાર સુધીમાં માનવતાના ધોરણે આરોગ્ય કર્મચારીઓ કોરોના કાળમાં પણ કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓ અને નિષ્ઠાપૂર્વક સેવા કરીને પોતાની ફરજ બજાવી છે, પરંતુ, હવે આ કોરોના વોરિયર્સ ના ઘર પરિવારના લોકોને ભૂખે ટળવળે છે, જેથી 3 દિવસમાં જો આપ પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો નાછૂટકે હડતાળ પાડવાની ફરક પડશે તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here