ગુજરાત : છેલ્લા એક અઠવાડિયાથી રોજ 350થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, આજે લોકડાઉન-4ની ગાઈડ લાઈન જાહેર કરાશે

0
3

અમદાવાદ. ગુજરાતમાં કોરોના કહેર સતત વર્સી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે કુલ 391 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

લોકડાઉન 4.0 નવા નિયમો આજે જાહેર થશે

આજ થી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થયેલ છે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને 31મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા ગત સાંજે 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકાયો નથી. હવે આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19 મે થી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.200નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here