રાતોરાત કરોડપતિ : 22 વર્ષીય યુવતી બની 7 કરોડ રૂપિયાની ‘વેક્સિન લોટરી’ની વિજેતા

0
4

અમેરિકાના ઓહાયો રાજ્યમાં લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવા ‘વેક્સ-એ-મિલિયન’ અભિયાન ચાલુ કર્યું હતું. તેમાં 5 વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વિજેતામાં સાત 22 વર્ષીય એબીગેલ બુગેન્સ્કી પણ સામેલ છે. એબીગેલ આ અભિયાનમાં ભાગ લેવાને લીધે રાતોરાત કરોડપતિ બની ગઈ છે. 7 કરોડ જીત્યા પછી એબીએ કહ્યું, પહેલાં તો મને લાગ્યું કે કોઈકે મારા સાથે મજાક કરી, પરંતુ જ્યારે ગવર્નર માઈક ડેવાઈન સાથે મારી વાત થઈ, તો મારી ખુશીઓનો પાર ના રહ્યો. હું રડવા લાગી.

વેક્સિન લેવા લોકોને પ્રોત્સાહિત કરવા લોટરીની શરુઆત કરી
એબીગેલ ગયા વર્ષે જ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ છે અને હાલ તે એવિએશન કંપનીમાં મેકેનિકલ એન્જિનિયરની પોસ્ટ પર જોબ કરે છે. અમેરિકામાં લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા ઓહાયો ઉપરાંત કોલોરાડો, મેરીલેન્ડ અને ઓરેગોનમાં પણ આવા અભિયાન શરુ કર્યા હતા.

27 લાખ લોકોએ વેક્સ-એ-મિલિયન લોટરીમાં ભાગ લીધો હતો
એબીગેલ કહ્યું, હું મારાથી શક્ય એટલા લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરીશ. મિલિયન ડોલરની ઓફર જોઈને ઘણા લોકો વેક્સિન લઈ રહ્યા છે પણ ડોલર પહેલાં આપણે હેલ્થનું ધ્યાન રાખવાની જરૂર છે. 1 મિલિયન ડોલર એટલે કે 7 કરોડ રૂપિયાની લોટરી જીતવા માટે આશરે 27 લાખ લોકોએ વેક્સ-એ-મિલિયન લોટરીમાં ભાગ લીધો હતો. આ લોટરી 12થી 17 વર્ષના વિદ્યાર્થીઓને ફુલ ટાઈમ સ્કોલરશિપ પણ ઓફર કરી છે.

‘અમારા બધાનો ખુશીઓનો પાર ના રહ્યો’
એબીગેલે કહ્યું, શરુઆતમાં મને લાગ્યું મારા સાથે કોઈએ મજાક કરી છે. પણ મેં ફોનમાં મેસેજ જોયો ત્યારે આ વાત કન્ફર્મ થઈ ગઈ. હું રડતા-રડતા મારા પેરેન્ટ્સના રૂમમાં ગઈ અને તેમને લાગ્યું કે મારા સાથે કઈક ખોટું થયું છે. મેં તેમને કહ્યું કે, હું મિલિયન ડોલરની લોટરી જીતી ગઈ. અમારા બધાનો ખુશીઓનો પાર ના રહ્યો. ગવર્નર માઈક ડિવાઈને કહ્યું, મને ખુશી છે કે એબીગેલમાંથી લોકો પ્રેરણા લઈને રાજ્યના અન્ય લોકો પણ વેક્સિન લેવા માટે આગળ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here