મહેસાણા : ગાડીને ઓવરટેક કરી બે બુકાનીધારી શખ્સ રૂ.56 હજાર ભરેલો થેલો લૂંટી છૂ

0
5

જોટાણાથી મોદીપુરના માર્ગ 2 બુકાનીધારી બાઇકર્સે ગાડીને ઓવરટેક કરી ગાડી કેમ અમારા ઉપર નાખી તેમ કહી ડ્રાઇવર સહિત 3 વ્યક્તિઓને મારમારી ઉઘરાણીમાંં આવેલ રૂ 56.908 ભરેલો થેલો લૂંટી ભાગી જતાં આ બનાવે ચકચાર મચી છે.આ અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલ પ્રકાશ શોપ ઇન્ડસ્ટ્રીઝમાં મહેતાજી તરીકે કામ કરતા ચન્દ્રકાન્તભાઇ શંકરલાલ પટેલ જુદા જુદા સેન્ટરો પર જઇને તેમની કંપનીનો સાબુ અને માચીસનો માલ પુરો પાડે છે.બુધવારે સવારથી તેઓ જીજે.23 વાય.7441 નંબરની બોલેરો ગાડીમાં ડ્રાઇવર મહેશ ઉર્ફે સંજય અને રાજુભાઇ રામાભાઇ સાથે નીકળ્યા હતા અને 7 દુકાનોમાં ફરી વેચાણ કરેલા સામાનના આવેલા પૈસા થેલામાં મુકી ખભા પર ભરાવ્યો હતો.આશરે 3 વાગ્યે તેઓ લીંચ તરફ જઇ રહ્યા હતા ત્યારે મોદીપુરથી એક કિલોમીટર દુર બે બુકાનીધારી યુવાનોએ તેમને ઓવરટેક કરીને ગાડી ઉભી રખાવી હતી.અને ગાડીની ચાવી ખેંચી ડ્રાઇવર મહેશને અપશબ્દો બોલીને મારમાર્યો હતો.

મહેશને બચાવવા વચ્ચે પડેલા ચન્દ્રકાન્તભાઇ અને તેમના સાથેના વ્યકિતને પણ માર મારી જમીન ઉપર પટકી રોકડ રૂ 56.908 મુકેલો થેલો ઝુંટવીને જોટાણા તરફ નંબર પ્લેટ વિનાના બાઇક પર ભાગ્યા હતા.લુટારા રોકડ,વીઝીટીગ કાર્ડ,ગાડીની ચાવી પણ લૂ઼ંટી ગયા હતા. બનાવને પગલે હેબતાઇ ગયેલા લોકોએ શેઠને જાણ કરી મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં લેવાયેલા તેમના નિવેદનના આધારે સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે બુકાનીધારી સામે ગુનો નોંધાયો હતો.