ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે, BTPના આ દિગ્ગજે મિલાવ્યો હાથ.

0
0

ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે, એવું ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઓવૈસી સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવવા ના પ્રયાસો કરીશું, તેમ પણ વસાવાએ જણાવ્યું હતું.

વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર જ નક્સલવાદી છે. કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે વસાવાના સરકાર પર પ્રહારનો એક મહિનો થયો. કોર્પોરેટ સેકટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું છે. મીડિયાના કારણે દેશના લોકો ભોગવી રહ્યા છે.

બીટીપીના પ્રમુખ છોટુ વસાવાએ ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીનું ગઠબંધન થયા તેવા અહેવાલ છે. તો સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિની આ સૌથી મોટી ખબર છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે. આવતા મહિને 20મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here