Saturday, September 25, 2021
Homeપાટણ શહેરમાં છેલ્લા દસ દિવસમાં ઓક્સિજનનો 500 ગણો વપરાશ વધ્યો
Array

પાટણ શહેરમાં છેલ્લા દસ દિવસમાં ઓક્સિજનનો 500 ગણો વપરાશ વધ્યો

પાટણમાં સતત કોરોના પોઝિટિવના 100 ઉપર કેસો આવતા તેમજ આસપાસના જિલ્લાઓમાં બેડની અછત સર્જાતા દર્દીઓ પાટણમાં સારવાર માટે આવી પહોંચતા શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાઈ જવા પામ્યા છે. અને દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર હોઈ ઓક્સિજનના રોજની એક હજાર બોટલનો વપરાશ થઇ રહ્યો છે. તેમાં સામે સપ્લાય મર્યાદિત હોઈ અછત સર્જાઈ રહી છે. જેને લઇ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા ડોકટરો દર્દીઓ દાખલ કરવાનું ટાળવા લાગ્યા છે.

80 ટકા દર્દીઓ ઓક્સિજન પર રહેતા રોજનો ઓક્સિજનનો વપરાશ વધ્યો

પાટણ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓથી બેડ ભરાઈ જવા પામ્યા છે. ત્યારે 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર હોઈ રોજનો ઓક્સિજનનો વપરાશ વધતા સપ્લાયર પૂરો ન પાડી શકતા શહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવા માટે ડૉક્ટર મુશ્કેલીમાં મુકાયા છે. અને દર્દીઓ દાખલ કરવાની ટાળી સરકારી હોસ્પિટલોમાં રીફર કરી રહ્યાં છે. શહેરમાં સપ્લાયર એજન્સીનું માનીએ તો છેલ્લા દસ દિવસમાં ઓક્સિજનનો 500 ગણો વપરાશ વધી જવા પામ્યો છે. અંદાજે હાલમાં શહેરમાં 24 કલાકમાં એક હજાર ઓક્સિજન બોટલો ફક્ત હોસ્પિટલો જ ખાલી થઇ રહી છે. ઉપરથી ઓક્સિજન પૂરતો ન મળતા સપ્લાય કરવા માટે પહોંચી વળી શકતા નથી.

20 બોટલો ભરીએ આપવા જઈએ તે પહેલા 100 બોટલો ખાલી થઇ જાય છે : સપ્લાયર

ગેસ સપ્લાયર ભૂમિતભાઈ સાંડેસરાએ જણાવ્યું હતું કે શહેરમાં પહેલા મેડિકલ અને ઉદ્યોગ બન્ને થઇ માંડ 200 જેટલી બોટલનો વપરાશ થતો હતો. છેલ્લા દસ દિવસથી ઓક્સિજનની હોસ્પિટલોમાં માંગ વધી છે. પાટણ સિવિલમાં 24 કલાકમાં 100 બોટલ આપી છે. શહેરની અને હોસ્પિટલોમાં 100 અને 200 બોટલો જઈ રહી છે. અંદાજે 1 હજાર બોટલ રોજની ઓક્સિજનની વપરાઈ રહી છે. પ્લાન્ટમાં એક 20 બોટલની ગાડી ભરતા 2 કલાકનો સમય લાગે જેની સામે બે કલાકમાં શહેરમાં 100 બોટલ ખાલી થઇ રહી છે. ત્યારે આવા સમયમાં સ્ટાફ 20 કલાક કામ કરી રહ્યો છે. ઉપરથી સપ્લાય ઓછો આવી રહ્યો હોઈ અમે ઓર્ડર સામે એટલો ઓક્સિજન આપી શકતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments