USથી આવ્યો પ્રાણવાયુ : અમેરિકાના દ્વારા 9 કરોડના ખર્ચે ભારત માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કરી વ્યવસ્થા

0
3

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી જેનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. 335 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

20 ડોકટરોની ટીમનું વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ
આજે સવારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી. ઝડપથી લોકો આ મહામારીથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આજે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત 20 જેટલા નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે.

એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે વેન્ટિલેટર, બાયપેક અમેરિકાથી અમદાવાદ આવશે

100 ઓક્સિજન કોન્સન્ટ્રેટરના મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ અમદાવાદ આવ્યાં
રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ અમદાવાદ આવ્યા છે.

NRI ગુજરાતીઓએ દિલ ખોલી દાન કર્યું
દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજ ના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ સમગ્ર કામગીરી માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમેરિકાના કોર્ડીનેટર રસિકભાઈ બી.પટેલ, અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ ,જે પી પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સવિશેષ USA યુથ કમિટીના ચેરમેન શ્રી દિનેશ પટેલ – ડેની (ગામ – નારદીપુર )નું યોગદાન સર્વોત્તમ રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે તે માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી

વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ
અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક (એક પણ રૂપિયા નો ચાર્જ લીધા વગર) હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતાં પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખુટે તે માટે દિવસ રાત મહેનત કરાઈ રહી છે.

મોરબીમાં 300થી વધુ બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધાસાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. મોરબી પટેલ કન્યા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. સાથે સાથે મોરબી નજીક આવેલાં જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલ ( પાટીદાર કોવિડ કેર સેન્ટર)માં વધરાના 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે.

રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે

100થી વધુ બેડમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા
આ બંને કોવિડ સેન્ટરમાં સૌરાષ્ટ્રના અનેક દર્દીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ બંને કોવિડ કેર સેન્ટરમાં સંપૂર્ણ વ્યવસ્થા નિશુલ્ક છે. ઉપરાંત 100થી વધુ બેડમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે. મોરબી કોવિડ કેર સેન્ટરનું ભગીરથ કાર્ય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-મોરબી જિલ્લા કમિટીના ચેરમેન ત્રમ્બક ભાઈ ફેફર, જીતુભાઈ અઘારા અને તેમની ટીમ ના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

અમદાવાદમાં 120 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત
આ સાથે જ કોરોનાની મહામારી માં “સેવા પરમો ધર્મ “ને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદમાં ડી.કે. હોલ – નારણપુરા ખાતે 120 બેડની કોવિડ હોસ્પિટલ દેવસ્ય હોસ્પિટલના સહયોગથી શરૂ કરેલ છે.
જેમાં હાલ તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે. આ માટે જીવના જોખમે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, તેમજ અન્ય હોદ્દેદાર દિપકભાઈ પટેલ રૂપેશભાઈ પટેલ, ડી.એન. ગોલ , સુરેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ અનેક દાતાઓ – મિત્રો રાત-દિવસની મહેનત કરી રહ્યા છે.

એશિયન મિલ્સના માલિકે એક કરોડનું દાન કર્યું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને એશિયન મિલ્સ પ્રા.લીના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા અઢી કરોડનું દાન સંસ્થાને આપેલ છે, તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અર્થે રૂપિયા એક કરોડનુ દાન સંસ્થામાં જમા કરાવી દીધેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here