Wednesday, September 22, 2021
Homeઓક્સિજન : એક મહિનામાં ઓક્સિજનનો વપરાશ 75 ટનથી વધીને 1000 ટન સુધી...
Array

ઓક્સિજન : એક મહિનામાં ઓક્સિજનનો વપરાશ 75 ટનથી વધીને 1000 ટન સુધી પહોંચી ગયો

રાજ્યના વિવિધ શહેરોમાં એકાએક મેડિકલ ઓક્સિજનની ભયાનક તંગી સર્જાતા હોસ્પિટલોના દર્દીઓ તથા સંચાલકો ઉપરાંત સરકાર પણ નવી વ્યવસ્થા કરવા માટે તનતોડ મેહનત કરી રહી છે. કોરોનાના સંક્રમણમાં બેફામ વધારા વચ્ચે છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ઓક્સિજનના વપરાશમાં 13 ગણો વધારો થયો છે. એક મહિના પહેલાં માત્ર 75 ટન ઓક્સિજનનો વપરાશ હતો તે વધી ને 1000 ટન સુધી પહોંચી ગયો છે.

હોસ્પિટલોમાં માત્ર કલાકોનો જ ઓક્સિજન વધ્યો
​​​​​​​અમદાવાદ સહિતના શહેરોમાં ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઈ છે. અનેક હોસ્પિટલોમાં માત્ર કલાકોનો જ ઓક્સિજન વધ્યો હતો. સરકાર-તંત્રને તાકીદના સંદેશ પાઠવવામાં આવ્યા હતા. હોસ્પિટલોએ ઓક્સિજન મેળવવા ખાનગી વાહનો ભાડે કરીને ઓક્સિજન પ્લાન્ટ પર મોકલવાનું શરૂ કરી દીધું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ ઓક્સિજનની અછત દૂર કરવા અનેક આયોજન અને ગોઠવણ કરી દીધી છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતને ઇમરજન્સીમાં 1000 ટન ઓક્સિજન આપવાની ખાત્રી આપી છે, તે જોતા આગામી દિવસોમાં ગુજરાતના કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત સર્જાય નહીં.

કેન્દ્ર સરકારે પણ ગુજરાતને ઇમરજન્સીમાં 1000 ટન ઓક્સિજન આપવાની ખાત્રી આપી
કેન્દ્ર સરકારે પણ ગુજરાતને ઇમરજન્સીમાં 1000 ટન ઓક્સિજન આપવાની ખાત્રી આપી

70 ટકા દર્દીઓ ઓક્સિજન બેડ જ માંગે છે
તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, કોરોના સંક્રમિત દર્દીઓની ઓક્સિજન જરૂરિયાત વધી ગઈ છે. અત્યારે કોરોનાનો રાફડો ફાટ્યો છે. દૈનિક નવા કેસોની સંખ્યા રેકોર્ડ સર્જી રહી છે. નવા સંક્રમિતોમાં ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓની સંખ્યા પણ વધુ છે એટલે માંગ-વપરાશમાં ધરખમ વધારો થતો રહ્યો છે. નવા સરેરાશ 70 ટકા દર્દીઓ ઓક્સિજન બેડ જ માંગે છે એટલે વપરાશ વધી રહ્યો છે. મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના બેડ ખાલી નથી. કદાચ ખાલી પડે તો પણ ઓક્સિજનના વાંકે આપી શકવાની સ્થિતિ નથી.

સરેરાશ 70 ટકા દર્દીઓ ઓક્સિજન બેડ જ માંગે છે
સરેરાશ 70 ટકા દર્દીઓ ઓક્સિજન બેડ જ માંગે છે

ગાંધીનગરમાં 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ
ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, કોલવડા ખાતે આજે 66 દર્દી સારવાર લઇ રહ્યા છે, જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં, આકસ્મિક સમય માટે ઓક્સિજન-સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાશે, જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ
કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ

11 PSA ઓક્સિજન પ્લાન્ટ માટે કેન્દ્રની મંજૂરી
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે, ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે, જે અન્ય લોકોને મદદરૂપ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments