સાબરકાંઠા : હિંમતનગર : સિમ્સ હોસ્પિટલ માં ઓક્સિજન પૂરો થતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં કરાયા ટ્રાન્સફર : હાલ પરિસ્થિતિ કાબૂમાં.

0
10

સાબરકાંઠા : હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો : દર્દીઓ માટે જીવન મરણનો સવાલ : દર્દીઓને અન્ય હોસ્પિટલમાં કરાયા ટ્રાન્સફર : હાલમાં પરિસ્થિતિ કાબૂમાં.

      

કોરોના મહામારી માટે ઓક્સિજન ખૂબ મહત્વનો પરિબળ છે જોકે આજે સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલ માં અચાનક ઓક્સિજન પૂરો થઇ જતાં તમામ દર્દીઓ માટે જીવન મરણનો સવાલ સર્જાયો હતો જોકે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

બાઈટ : ડો.ચિરાગ મોદી,એપેડેમીક ઑફિસર,જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ,સાબરકાંઠા.

સર્વે સંતુ સુખીના,સર્વે સંતુ નિરમયાની વાતો વચ્ચે કોરોનાકાળમાં આરોગ્ય લક્ષી સેવાઓમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. હિંમતનગરમાં આવેલ સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટવાને લઈ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલ કોરોનાકાળમાં સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર માટે આમ તેમ ભટકી રહ્યા છે.

      

ત્યારે હિંમતનગરમાં કોરોના સારવાર કરતી હોસ્પિટલમાં ઓક્સીઝનનો જથ્થો ખૂટવાને લઈ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર સ્થિત સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજનનો ખૂટતા 6 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સબ સલામતના દાવાઓ પોકાળતા તંત્રની પોલ ખુલતા આખરે આરોગ્ય વિભાગની ટિમ સિમ્સ હોસ્પિટલમાં પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો બીજી તરફ ઓક્સીઝન સપ્લાયર્સને પણ તાકીદે ઓક્સીઝન પૂરો પાડવા તંત્ર એ નોટિસ ફટકારી છે. જોકે સામાન્ય સંજોગોમાં સારવારના નામે લાખો રૂપિયાનાબિલ ઉપર આવનારી સિમ્સ હોસ્પિટલ આજે સુવિધાના નામે મીંડું સાબિત થતા દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાય તેવી માંગ કરાઇ છે. જોકે આ મામલે આગામી સમયમાં અને કેટલા લેવા છે એ તો સમય બતાવશે.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here