Pના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને આજે અમદાવાદની સાબરમતી જેલમાં લવાશે,

0
27

અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને આજે વિમાન દ્વારા વારાણસીથી અમદાવાદ લાવવામાં આવશે. અતિકને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિક્યુરીટીમાં રાખવામાં આવશે. અતિકને અમદાવાદ લાવવાના પગલે એરપોર્ટ અને જેલની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 11.30ની આસપાસ તેને અમદાવાદ લાવવામાં આવશે.

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ અને ગેંગસ્ટર એવા અતિક અહેમદના સાગરીતોએ મોહિત નામના વેપારીનું અપહરણ કરી લીધું હતું. બાદમાં તેને દેવરિયા જેલમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. રિવોલ્વર બતાવી 5 કંપનીની માલિકીનો હક પણ બે યુવકના નામે કરાવી લીધો હતો. અપહરણની અને મારમારીની ઘટના અંગે સીબીઆઈને તપાસ સોપાઈ હતી અને સુપ્રીમકોર્ટે આ કેસની ગંભીરતાથી નોંધ લઇ નૈની જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવા આદેશ કર્યો હતો. અતિક અહેમદનું ઉત્તરપ્રદેશમાં બહુ મોટું નેટવર્ક છે. તેની સામે 109 ગુના નોંધાયા છે અને તેની ગેંગમાં 121 લોકો કામ કરે છે. ઉત્તરપ્રદેશની કોઈપણ જેલમાં જાય ત્યાં તેનું મોટું નેટવર્ક હોય છે અને તે જેલમાં આરામથી ખંડણી અને અપહરણ જેવા ગુનાને અંજામ આપે છે.

અતિક અહેમદને આજે ગુજરાતમાં સાબરમતી જેલમાં લાવતા પહેલા શુક્રવારે અધિક ગૃહ સચિવ એમ.એ.તિવારી, જેલોના વડા મોહન ઝા સહિતના અધિકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. કુખ્યાત ગેંગસ્ટર અતિકને જેલમાં રાખવા બાબત અંગેની ચકાસણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here