Friday, March 29, 2024
HomeINX મીડિયા કેસ : પી. ચિદમ્બરમને શોધવા ત્રીજી વાર તેમના ઘરે પહોંચી...
Array

INX મીડિયા કેસ : પી. ચિદમ્બરમને શોધવા ત્રીજી વાર તેમના ઘરે પહોંચી CBI

- Advertisement -

INX મીડિયા મામલામાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવતાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના માથે ધરપકડની તલવાર લટકી રહી છે. સીબીઆઈ અને ઈડીની ટીમો બુધવારે સવારે ત્રીજી વાર ચિદમ્બરમની શોધમાં તેમના ઘરે પહોંચી, પરંતુ તેઓ ન મળ્યા. આ પહેલા મંગળવાર મોડી રાત્રે સીબીઆઈના અધિકારીઓએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ લગાવી હતી. આ નોટિસમાં આગામી બે કલાકની અંદર હાજર થયા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થયા.

આ દરમિયાન ચિદમ્બરમના વકીલ અર્શદીપે સીબીઆઈને પત્ર લખ્યો છે, પત્રમાં તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની અરજી પર સુનાવણી માટે 10:30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તેથી હું (CBI)ને અનુરોધ કરું છું કે ત્યાં સુધી મારા અસીલની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે અને સવારે 10:30 વાગ્યા સુધીની રાહ જોવે.

સીબીઆઈ કરી રહી છે શોધખોળસીબીઆઈની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. આ પહેલા સીબીઆઈની ટીમ રાત્રે 11 વાગ્યે ફરી પૂર્વ નાણા મંત્રીના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યારે પણ ચિદમ્બરમ તેમના ઘરે હાજર નહોતા. મળતા અહેવાલ મુજબ, ચિદમ્બરમે પોતાનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે. ચિદમ્બરમ વિશે કોઈ જાણકારી ન મળતા્ર સીબીઆઈએ તેમના ઘરની બહાર નોટિસ લગાવી હતી.

શું છે એરસેલ મેક્સિસ કેસ?

આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) સાથે જોડાયેલો છે. 2006માં એરસેલ-મેક્સિસ ડીલને પી. ચિદમ્બરમે નાણા મંત્રી તરીકે મંજૂરી આપી હતી. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રપોઝલની મંજૂરી આપવાના અધિકાર હતા. તેનાથી મોટા પ્રોજેકટને મંજૂરી આપવા માટે તેમને આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિ પાસેથી મંજૂરી લેવાની જરૂર હતી.

એરસેલ-મેક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઈની મંજૂરીનો હતો. તેમ છતાંય એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદમ્બરમે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી વગર મંજૂરી આપી દીધી.

સુબ્રમણ્યમ સ્વામીએ મામલાનો કર્યો હતો ખુલાસો

વર્ષ 2015માં સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની અલગ-અલગ કંપનીઓ વચ્ચે નાણકીય લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારમાં નાણા મંત્રી તરીકે પી. ચિદમ્બરમે પોતાના દીકરા કાર્તિની એરસેલ-મેક્સિસ ડીલથી લાભ ઉઠાવવામાં મદદ કરી. તેના માટે તેઓએ દસ્તાવેજોને જાણી જોઈને રોક્યા અને અધિગ્રહણ પ્રક્રિયાને નિયંત્રિત કરી જેથી કાર્તિને પોતાની કંપનીના શેરની કિંમત વધારવાનો સમય મળી જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular