Friday, April 26, 2024
HomeINX મીડિયા કેસ: પી. ચિદમ્બરમ દિવાળી જેલમાં ઉજવાશે, કસ્ટડીની મુદ્દત 30 ઓક્ટોબર...
Array

INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમ દિવાળી જેલમાં ઉજવાશે, કસ્ટડીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લાબવાઈ

- Advertisement -

નવી દિલ્હી: દિલ્હીની વિશેષ કોર્ટે INX મીડિયા મની લોન્ડ્રિંગ મામલે કોંગ્રેસના દિગ્ગજ એવા પૂર્ણ નાણા મંત્રી પી. ચિદમ્બરની ઇડીની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આમ ચિદમ્બરમને જામીન ન મળતા દિવાળી સુધી જેલમાં જ રહેવું પડશે.

કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
દિલ્હીની વિશેષ કોર્ટના ન્યાયાધીશ અજય કુમાર કુહારે ગુરૂવારે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ દ્વારા પ્રવર્તન નિદેશાયલ (ED)ને પી. ચિદમ્બરની પૂછપરછ માટે મંજૂરી આપતા નિર્દેશ કર્યો છે જરૂરિયાત પડે તો ચિદમ્બરમની તબિયતની તપાસ માટે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં કરાવામાં આવે. જ્યારે કોર્ટે જણાવ્યું કે ચિદમ્બરમની કસ્ટડીની અન્ય શર્તે જેમ છે તેમ જ રહેશે.

કપિલ સિબ્બલે વચગાળાના જામીનની કરી માગ
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પૂર્વ નાણા મંત્રીની નાદૂરસ્ત તબિયતનો હવાલો આપતા તેમને હેદરાબાદમાં તેમની સારવાર માટે બે દિવની વચગાળાના જામીની માગણી કરે છે. જો કે કોર્ટે તેને ફગાવી દીધી હતી.

ઇડીના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીનનો કર્યો વિરોધ
ઇડી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરની અરજી પર વિરોધ કરતાં કહ્યું કે આ કોર્ટની ભૂલ હશે જો એજન્સી માટેની પૂછપરછનો સમય ઘટાડવામાં આવશે તો. મહેતાએ કહ્યું કે પી. ચિદમ્બરમને ધરપકડ કરી કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેઓ બધા સવાલના જવાબ આપી રહ્યાં નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular