અર્થવ્યવસ્થા પર પી.ચિદમ્બરમનો મોદી સરકાર પર કટાક્ષ, 7 વર્ષ જુની ટ્વીટ યાદ અપાવી

0
12

કોરોના મહામારીના પ્રકોપ અને જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર માઠી અસર થઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં એપ્રિલ-જૂન દરમિયાન અર્થ વ્યવસ્થામાં 23.9 ટકાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

તો બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા પર વિરોધપક્ષ સતત આલોચના કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ મોદી સરકાર પર સવાલો કરી રહ્યા છે. ત્યારે આ જ કડીમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત વર્ષ જુના ટ્વીટને રિટ્વીટ કરતા કટાક્ષ કર્યો છે. ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં લખ્યું- ‘હુ પણ આ જ વાત કહેવા ઇચ્છુ છુ માનનીય વડાપ્રધાન જી. વર્ષ 2013માં પીએમ મોદીએ વડાપ્રધાન બનતા પહેલા પોતાની ટ્વીટમાં લખ્યું હતુ- ભારતની અર્થવ્યવ્થા મુશ્કેલીમાં છે, યુવાઓને નોકરી જોઇએ છે, અર્થવ્યવસ્થા ઠીક કરવામાં વધુ સમય આપે, ના કે માત્ર રાજનીતિ કરે. ચિદમ્બરમજી, પ્લીઝ નોકરી આપવામાં ફોકસ કરો.’

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરતા મોદી સરકારને ઘેરી છે. સુરજેવાલે કહ્યું કે, સામાન્ય માણસ કદાચ જીડીપીનો નાણાંકીય પ્રભાવ તો નથી જાણતો, પણ એ જરૂર સમજે છે કે મજૂરોના મોંનો કોળીયો છીનવો ગુનો છે. લોકોનુ ઉગાળા પગે ચાલવુ અને બસોનુ ખાલી ઉભુ રહેવુ પાપ છે. મંગળયાન ચલાવવા વાળા દેશમાં એક છોકરીનુ કેટલાય કિલોમીટર સુધી પિતાને સાયકલ પર લઇ જવુ લાચારી છે.

 

કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂનની આ વર્ષની પ્રથમ ક્વાર્ટરના ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન (GDP)મા 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ભારતીય અર્થતંત્રએ 40 વર્ષમાં પ્રથમ વખત આવો ઘટાડો જોયો છે. લોકડાઉનને પગલે દેશમાં ઠપ્પ થઈ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓની અસર હવે અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતનું અર્થતંત્ર ક્યા છે,તેને એવી રીતે સમજી શકાય છે કે G-20 અર્થતંત્ર ધરાવતા દેશોમાં GDP બાબતમાં સૌથી ખરાબ દેખાવ ભારતનો રહ્યો છે.

ગયા વર્ષે સમાન ગાળામાં આ જ સેક્ટરમાં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બાંધકામ સેક્ટરમાં 50.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માઇનિંગ સેક્ટરમાં 23.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં આ જ સેક્ટરમાં 4.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here