પી. ચિદમ્બરમને જામીન ન મળે તો CBI કસ્ટડી વધારી શકે છે : સુપ્રીમ કોર્ટ

0
0

 દિલ્હી : INX મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ કસ્ટડી વિરુદ્ધ થયેલ સુનાવણીમાં કોર્ટે પી.ચિદમ્બરમને નીચલી કોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો નીચલી કોર્ટમાં વચગાળાની જામીન અરજીનો અસ્વીકાર થાય તો કોર્ટ સીબીઆઈ કસ્ટડીને ત્રણ દિવસ માટે વધારી દે, જો એવું થશે તો પી.ચિદમ્બરમ તિહાડ જેલ જવાથી બચી જશે.

સીબીઆઈની કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે અને પી.ચિદમ્બરમને કોર્ટ દ્વારા સીબીઆઈને કસ્ટડી ન આપવામાં આવે તો તેમને ન્યાયિક કસ્ટડીમાં એટલે કે તેને દિલ્હીની તિહાડ જેલમાં જવું પડતું. જો કેન આજે થયેલ સુનાવણીમાં પી.ચિદમ્બરમના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પી.ચિદમ્બરમને વચગાળાના જામીન આપો અથવા તો હાઉસ અરેસ્ટના આદેશ આપો.

સુપ્રીમ કોર્ટમાં વકીલ સિબ્બલે કહ્યું હતું કે પી.ચિદમ્બરમને વચગાળાની સુરક્ષા આપો, તે ક્યાંય નથી જવાના, જો તેમને તિહાડ મોકલવામાં આવ્યા તો તેમની અપીલનો ફાયદો નહીં થાય. સિબ્બલે કહ્યું હતું કે પી.ચિદમ્બરમ 74 વર્ષના છે, પૂર્વ નાણાં મંત્રી છે તેવા સંજોગોમાં તેમની સાથે આ પ્રકારનું વર્તન થઇ રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પી.ચિદમ્બરમને તિહાડ મોકલવામા ના આવે પરંતુ હાઉસ અરેસ્ટ કરવામાં આવે.

મળતી માહિતી મુજબ ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરમાં નહી પણ સીબીઆઈના ગેસ્ટ હાઉસના સ્વીટમાં રાખવામાં આવ્યા છે. આ ગેસ્ટ હાઉસમાં ટેલિવિઝન, સોફા, ડબલ બેડ, એટેચ બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે. મળતી માહિતી મુજબ હાઈપ્રોફાઈલ આરોપીને લોકઅપમાં શિફ્ટ કરતા પહેલા ક્યારેક આ રૂમમાં રાખવામાં આવે છે.

સીબીઆઈ હેડક્વાર્ટરમાં જે લોકઅપ છે તે 15 બાય 10 ફૂટનુ સેન્ટ્રલી એસી રૂમ છે. તેમાં જમીન પર ગાદલુ પાથરેલુ હોય છે. બોટલ્ડ વોટર આપવામાં આવે છે અને એટેચ્ડ ટોયલેટની સુવિધા હોય છે. દિવાલ પર સીસીટીવી કેમેરા થકી આરોપી પર નજર રખાય છે. લોકઅપમાં પૂરાયેલો આરોપી ગમે તેટલી મોટી હસ્તી હોય પણ તેને જમીન પર પાથરેલા ગાદલા પર જ સુવુ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here