Tuesday, October 26, 2021
HomeP-નોટ્સ ઈન્વેસ્ટમેન્ટ ઘટીને 11 વર્ષના તળિયે
Array

P-નોટ્સ ઈન્વેસ્ટમેન્ટ ઘટીને 11 વર્ષના તળિયે

 નવી દિલ્હી

ભારતીય મૂડીબજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ(P-નોટ્સ) મારફતે રોકાણ ડિસેમ્બર 2019ના અંતે ઘટીને 64,537 કરોડ થયું હતું, જે છેલ્લાં 11 વર્ષમાં સૌથી ઓછું છે.વિદેશમાં રહેતા રોકાણકારો કે જેમણે ભારતમાં નોંધણી નથી કરાવી તેમણે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવું હોય તો ભારતમાં નોંધણી કરાયેલા(રજિસ્ટર્ડ) વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI) આ વિદેશી રોકાણકારોને પી-નોટ્સ ઈશ્યુ કરે છે. આ માટેની ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે.સેબીના આંકડા અનુસાર ઈક્વિટી, ડેટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પી-નોટ્સથી રોકાણનું મૂલ્ય ડિસેમ્બરના અંતે ~64,537 કરોડ થયું હતું, જે નવેમ્બરના અંતે 69,670 કરોડ હતું.

અગાઉ ફેબ્રુઆરી 2009માં 60,948 કરોડનું રોકાણ પી-નોટ્સ મારફતે આવ્યું હતું. ડિસમ્બરના અંતે પી-નોટ્સમાં થયેલા રોકાણ પૈકી ઈક્વિટી માર્કેટમાં 52,486 કરોડનું રોકાણ થયું હતું. ડેટ માર્કેટમાં 11,415 કરોડનું રોકાણ થયું હતું. ડેરિવેટિવ્ઝમાં 636 કરોડનું રોકાણ થયું હતું. બજારના નિષ્ણાતોના મતે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI) માટે નિયમો હળવા કરવામાં આવતા પી-નોટ્સ રૂટથી રોકાણ ઘટ્યું છે. ગત સપ્ટેમ્બરમાં સેબીએ એફપીઆઈ માટે કેવાયસી જરૂરિયાત અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવી હતી. FPIની વ્યાપક કેટેગરી પણ નક્કી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments