Monday, December 5, 2022
Homeગુજરાતદ્વારકા : પ્રચાર દરમિયાન પબુભા માણેકને થયો કડવો અનુભવ

દ્વારકા : પ્રચાર દરમિયાન પબુભા માણેકને થયો કડવો અનુભવ

- Advertisement -

પ્રચાર દરમિયાન પબુભા માણેકને થયો કડવો અનુભવ
યુવાનોએ સવાલો પૂછતા પબુભા માણેક થયા લાલઘુમ
સમગ્ર ઘટનાનો વીડિયો સો.મીડિયામાં થયો છે વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને કડવા અનુભવો થઈ રહ્યાં છે. કોઈક જગ્યા લોકો પાંચ વર્ષનો હિસાબ માંગી રહ્યા છે તો કોઈક જગ્યાએ વાયદા યાદ કરાવી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, રાપરના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા બાદ હવે દ્વારકા જીલ્લાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે. દ્વારકાના ગોકલપર ગામે સભામાં પબુભા માણેકને ધારદાર સવાલો પૂછ્યા હતા. જીલ્લાના ગોકલપર ગામે યુવાનો દ્વારા વિકાસ અને રોજગારી મામલે પબુભા માણેકને સવાલો પૂછતા મામલો ઉગ્ર બનવા પામ્યો હતો. સ્થાનિક યુવાનો દ્વારા કંપનીઓમાં રોજગારી મુદ્દે સવાલો કરતા પબુભા માણેક ગુસ્સે થયા હતા. તેમણે માઈક હાથમાં લઈને યુવકોને ખખડાવ્યા હતા. તેમણે યુવકોને શાંતિથી વાતચીત કરવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular