પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક શર્મા-શાઝા મોરાની લગ્ન કરશે, કોર્ટ મેરેજ માટે 9 ડિસેમ્બરે અરજી કરશે

0
0

પદ્મિની કોલ્હાપુરેનો દીકરો તથા ‘સબ કુશલ મંગલ હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર એક્ટર પ્રિયાંક શર્મા લગ્ન કરવાનો છે. પ્રિયંકા ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝા સાથે લગ્ન કરશે. કોર્ટ વેડિંગ માટે તેઓ આવતીકાલે એટલે કે નવ ડિસેમ્બરના રોજ અરજી કરશે. વેડિંગ રજિસ્ટ્રેશન માટે એક મહિનાની નોટિસ આપવાની હોય છે. જોકે, પ્રિયાંક તથા શાઝા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રેડિશનલ વિધિથી લગ્ન કરશે.

કોરોનાકાળમાં કોર્ટ વેડિંગ કરનાર બીજું કપલ

વેબ પોર્ટલ પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, પ્રિયાંક તથા શાઝા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્નના વેડિંગ ફંક્શન ફેબ્રુઆરી, 2021માં થશે. પ્રિયાંક તથા શાઝા સોશિયલ મીડિયામાં એકબીજાની તસવીરો પણ શૅર કરતા હોય છે. કોરોનાકાળમાં શાહિર શેખ બાદ આ બીજા સેલિબ્રિટી કપલ બનશે, જે કોર્ટમાં લગ્ન કરશે. શાહિર તથા રૂચિકાએ થોડાં દિવસ પહેલાં જ કોર્ટ મેરેજ કર્યાં હતાં.

 

રીવાની સાથે પ્રિયાંકાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

પ્રિયાંકાએ ફિલ્મમાં આવતા પહેલાં નાદિરા બબ્બરના ગ્રુપ, નીરજ કાબી તથા સલીમ આરિફની સાથે થિયેટર કર્યું છે. ‘સબ કુશલ મંગલ હૈ’માં ભોજપુરી સ્ટાર તથા સાંસદ રવિ કિશનની દીકરી રીવા સાથે પ્રિયાંકે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. શાઝા થોડાં મહિના પહેલાં કોરોના પોઝિટિવ હોવાને કારણે ચર્ચામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here