રિસર્ચ : ચહેરાનો દુખાવો પણ માથાના દુખાવાનું લક્ષણ હોઈ શકે છે

0
0

હેલ્થ ડેસ્કઃ ચહેરા પર થતા દુખાવાનું કારણ માથાનો દુખાવો પણ હોઈ શકે છે. તેને સામાન્ય રીતે લોકો સમજી શકતા નથી. જર્મનીની હેમ્બર્ગ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ માથાના દુખાવાથી પીડીત 10% લોકો ચહેરાના દુખાવાનો પણ સામનો કરતા હોય છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચહેરા પરના આ દુખાવાને અત્યાર સુધી માથાના દુખાવાનું લક્ષણ માનવામાં આવતું નહોતું.

ચહેરા પર થતો દુખાવો સામાન્ય બાબત ગણાય છે. મોટાભાગે લોકો એવું સમજતા હોય છે કે, તેને અને માથાના દુખાવા સાથે કોઈ સંબંધ નથી. ‘ન્યૂરોલોજી’ નામની જર્નલમાં એક રિસર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં માઇગ્રેનથી પીડાઈ રહેલા 2912 લોકો સામેલ હતા. તેમને ચેહરા અને માથાના દુખાવા વિશે કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં સામેલ 2912 લોકોમાંથી 291 લોકોને ચહેરા પર પણ દુખાવો થતો હતો.

આ રિસર્ચમાં 6 લોકો એવા હતા કે જેમના ચેહરાની એક બાજુ દુખાવો થતો હતો. આ દુખાવો તેમને દિવસમાં 10થી 30 મિનિટ માટે થતો હતો. આ રિસર્ચમાં 15% લોકોને માથાની ચારે તરફ દુખાવો થતો જોવા મળ્યો હતો.

આ રિસર્ચમાં સામેલ 21% લોકો દુર્લભ પ્રકારના માથાના દુખાવાથી પીડિત હતા. તેને વિજ્ઞાનની ભાષામાં ‘હેમેક્રેનિયા કોન્ટિનુઆ’ કહેવામાં આવે છે. તેનાથી વ્યક્તિને સતત માથાના દુખાવો રહે છે અને ધીમે-ધીમે તે ગંભીર બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here