પાકિસ્તાનમાં હવે ટ્રકની જેમ વિમાનો પર પણ પેઈન્ટિંગ; ક્યાં જોવા મળે છે 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત?

0
0

 

 

પાકિસ્તાનમાં ટ્રકની જેમ વિમાન પર પણ પેઈન્ટિંગ. અહીંની ટ્રક આર્ટ ખૂબ ફેમસ છે. જેનું વિદેશી પ્રવાસીઓને આકર્ષણ રહે છે. પાકિસ્તાનમાં આ રીતે ટ્રક શણગારતા સેંકડો કારીગરો છે.

પાકિસ્તાનની ફેમસ ટ્રક આર્ટ હવે વિમાનો પર જોવા મળી

પાકિસ્તાનમાં ટ્રક બોડીને વિવિધ પેઈન્ટિંગથી શણગાર કરવામાં આવે છે. આ જ રીતે હવે નાના વિમાનો પર પણ પેઈન્ટિંગનો સિલસિલો શરૂ થયો છે.
કરાચીના જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ટુ-સીટર વિમાન પર પાકિસ્તાની ટ્રક આર્ટની કારીગરી.
પાકિસ્તાનના પેઈન્ટર હૈદર ટ્રક આર્ટમાં નિષ્ણાત છે. તેમણે સેંકડો ટ્રકને તો પોતાના ડ્રોઈંગથી સજાવી છે પણ હવે તેઓ આ જ રીતે વિમાનોને પણ રંગબેરંગી બનાવી રહ્યા છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે

28 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઘૂમી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) દ્વારા ન્યૂ યર 2021ના પ્રથમ સૂર્યોદય અને સૂર્યાસ્તની આ તસવીરો પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાઈ હતી. મજાની વાત એ છે કે અહીંથી 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે.

 

નોર્વેમાં ભૂસ્ખલનઃ 10 લાપતા, સર્ચ ઓપરેશન પૂરજોશમાં

નોર્વેમાં જેરડ્રમના આસ્ક ગામમાં રહેણાક વિસ્તારમાં ભૂસ્ખલને ખાનાખરાબી સર્જી. અહીં 10 લોકો લાપતા છે. અનેક મકાનો નાશ પામ્યા છે અને કેટલાકના મોતની આશંકા પણ સેવાઈ રહી છે.
નોર્વેના આસ્ક ગામમાં જે રહેણાંક વિસ્તારમાં ભૂસ્ખલનનો પ્રકોપ જોવા મળ્યો એ સ્થળે લોકોએ મીણબત્તી પ્રકટાવી હતી. અહીં 10 લોકો લાપતા છે જેની ભાળ હજુ સુધી મળી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લાપતા લોકોની શોધખોળ માટે લેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here