Sunday, November 28, 2021
HomePAKના આ ક્રિકેટરે વિરાટ કોહલીની સાથે દોસ્તી માટે લંબાવ્યો હાથ
Array

PAKના આ ક્રિકેટરે વિરાટ કોહલીની સાથે દોસ્તી માટે લંબાવ્યો હાથ

પુલવામામાં CRPF જવાનો પર થયેલા કાયરતાભર્યા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વધારે ખટાશ આવી ગઇ છે. બંને દેશોના નેતાઓ, સેલિબ્રિટીઝ અને ક્રિકેટર્સ પોતપોતાની આર્મીને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ જ ક્રમમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે એક ટ્વીટ કરી હતી, જેના કારણે ભારતીયોને એક આડા હાથે લીધો હતો. હવે આ જ પાક ક્રિકેટરે વધુ એક ટ્વીટ કરીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.

શોએબ મલિકે વિરાટ કોહલી માટે ટ્વીટ કર્યુ, તેણે લખ્યુ T-20માં સૌથી વધુ રન કરવાના મામલે પોતાના પડોશી વિરાટ કોહલી સાથે ત્રીજો નંબર શેર કરતા ખુશી થઈ. જણાવી દઇએ કે, T-20 ઇન્ટરનેશનલમાં મલિકના નામે 2263 રન છે .બીજી તરફ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં 72 રનની અણનમ ઇંનિગ્સ રમનારા કોહલીના નામે પણ 2263 રન થઇ ગયા છે.

આ નિમિત્તે શોએબે ટ્વીટ કરી વિરાટને શુભેચ્છા આપી. તેની આ ટ્વીટને તેની અગાઉની ટ્વીટની ભરપાઇ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, તેની આ શુભેચ્છાવાળી ટ્વીટની કોઇ વધારે સારી અસર દેખાઇ નહી. પરંતુ ભારતીય ફેન્સે તેને પણ છોડ્યો નહી ને ટોણાં માર્યા. એક યૂઝરે લખ્યું – ઈનિંગ્સ જોઈ લે… જણાવી દઈએ કે, મલિકે 111 મેચોની 104 ઈનિંગ્સમાં 2263 રન બનાવ્યા છે જ્યારે વિરાટે 67 મેચોની 62 ઇનિંગ્સમાં જ આંકડો સ્પર્શી લીધો છે.

જણાવી દઈએ કે, અગાઉ મલિકે ટ્વીટ કરી હતી ત્યારે ભારતીય ફેન્સે તેને રાજકીય બાબતોમાં ન પડવાની સલાહ આપી હતી. ફેન્સનું મનાવુ છે કે, તે માત્ર ક્રિકેટર જ નહીં ભારતીય ટેનિસ સ્ટાર સાનિય મિર્ઝાનો પતિ પમ છે અને આ કારણે તેને ભારત વિરોધી નિવદેન આપવુ જોઇએ નહી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments