Thursday, October 21, 2021
HomePAKમાં તોફાની તત્વોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી આગ લગાવી, પીએમના કડક કાર્યવાહીના...
Array

PAKમાં તોફાની તત્વોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી આગ લગાવી, પીએમના કડક કાર્યવાહીના આદેશ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના એક હિન્દુ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાંક તોફાની તત્વોએ મંદિરમાં રાખેલી મૂર્તિઓ અને પવિત્ર ગ્રંથોમાં આગ લગાવી દીધી છે. આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેઓએ કહ્યું કે, આ કુરાનની શિક્ષા વિરૂદ્ધ છે.

હિન્દુ સમુદાયનું વિરોધ પ્રદર્શન

મંદિરમાં તોડફોડ બાદ આગ લગાવી

ન્યૂઝ એજન્સી અનુસાર, ખૈરપુરના કુંભમાં કેટલાંક અજાણ્યા તત્વોએ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી. વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે રાત્રે ટ્વીટ કરીને સિંધ પ્રશાસને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ પહેલાં હિન્દુ સમુદાયે મંદિરમાં થયેલી તોડફોડ વિરૂદ્ધ દેખાવો કર્યા અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પાક મીડિયા અનુસાર, મંદિરની ચારેતરફ ઘણાં મકાનો છે. તેથી મંદિરની રખેવાળી માટે કોઇ હાજર નહતું.

પાક હિન્દુ કાઉન્સિલના સલાહકાર રાજેશ કુમાર પહેલાં પણ મંદિરોની સુરક્ષા માટે SITની રચના કરવાની માગણી કરી ચૂક્યા છે. કુમારે જણાવ્યું કે, આ ઘટનાથી હિન્દુ સમુદાયમાં ઘણો રોષ છે. આખા દેશમાં આ પ્રકારના હુમલાની જવાબદારી નથી લીધી અને આ મામલે કોઇની ધરપકડ પણ કરવામાં નથી આવી.

પાકિસ્તાનમાં માત્ર 2% હિન્દુ

20.2 કરોડ વસતી ધરાવતા પાકિસ્તાનમાં માત્ર 2% હિન્દુ બચ્યા છે. અહીં મુસ્લિમ સમુદાય બહુમતી છે. મોટાંભાગના હિન્દુ સિંધ પ્રાંતમાં જ રહે છે. હિન્દુઓ પર અત્યાચારના મામલાઓ સામે આવતા રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments