Monday, September 27, 2021
HomePAK-ચીનનું કાવતરું; ભારત મિલિટરી હટાવે, દ્વિપક્ષીય બેઠક કરે તો જ UNમાં મસૂદ...
Array

PAK-ચીનનું કાવતરું; ભારત મિલિટરી હટાવે, દ્વિપક્ષીય બેઠક કરે તો જ UNમાં મસૂદ પર પ્રતિબંધ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને મસૂદ અઝહર પર પ્રતિબંધ મુદ્દે ચીન સાથે ચર્ચા કરી છે. પાકિસ્તાને ચીનને ભલામણ કરી છે કે, ચીન યુનાઇટેડ નેશન્સમાં પોતાના ટેક્નિકલ હોલ્ડને હટાવી શકે છે અને જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના ચીફ મસૂદ અઝહર પર ગ્લોબલ ટેરરિસ્ટ તરીકેના પ્રસ્તાવને પસાર થવા દે. જો કે, પાકિસ્તાને ચીનને એવી પણ ભલામણ કરી છે કે, આ હોલ્ડ તો જ હટાવવામાં આવે જો ભારત બોર્ડર પરથી તેની મિલિટરી હટાવી દે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક કરે. આ બેઠકમાં કાશ્મીર મુદ્દા સહિતની ચર્ચાઓ કરવામાં આવે.

 

ફ્રાન્સ- બ્રિટનની મદદથી અમેરિકા UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં પાકિસ્તાની આતંકી સંગઠન જૈશના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વધુ એકવખત પ્રસ્તાવ લાવ્યું છે. આ પ્રસ્તાવ યુએનના તમામ 15 સભ્યોને સોંપવામાં આવ્યો છે અને તેના ઉપર સહમતિ દર્શાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો આ પ્રસ્તાવ પર એકમત બનશે તો મસૂદ પર ટ્રાવેલ બૅન, સંપત્તિ સીઝ થવા જેવી કાર્યવાહી થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments