પાકિસ્તાન : ઇમરાન ખાનની લોકોને પ્રદર્શન કરવાની અપીલની PAK પત્રકારોએ કરી ટીકા

0
0

જમ્મૂ-કાશ્મીર મામલે ઉશ્કેરાયેલા પાકિસ્તાને જમ્મૂ-કશ્મીર મામલે જનતાને માર્ગો પર ઉતરવા અપીલ કરી છે. ઈમરાન ખાને કાશ્મીર મામલે વિશ્વભરમાં અવાજ ઉઠાવ્યો હતો. જો કે કોઈએ પાકિસ્તાનનું ન સાંભળ્યું નહીં.

  • ઇમરાન ખાનની અપીલને પાક.ના પત્રકારોએ આડે હાથ લીધી
  • પાકિસ્તાનના પીએમએ લોકોને પ્રદર્શન કરવા કરી અપીલ
  • આજે બપોરે કાશ્મીરના હક્ક માટે લોકોને ઘરની બહાર નીકળવા અપીલ કરી

ત્યારે ઈમરાન ખાને પોતાના જ દેશવાસીઓને કાશ્મીર મામલે શુક્રવારે રોડ પર ઉતરવા અપીલ કરી હતી. ઈમરાન ખાનની આ અપીલની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના પત્રકારોએ ઈમરાન ખાનને અરિસો દેખાડ્યો છે.

પત્રકારોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે ઈમરાન ખાને પહેલા પોતાના દેશમાં શું કરી રહ્યા છો તે જોવું જોઈએ. એક પત્રકારે લખ્યું કે ભારતથી આવી રહેલી હવા અને પાણીને પાકિસ્તાન 12થી 12.30 વચ્ચે રોકશે.

કેટલાકે લખ્યું કે પાકિસ્તાન હંમેશા આવું નહોતું. અમે સારા દિવસો પણ જોયા છે. 1962માં પણ કશ્મીર જીતવાના જ પ્રયાસો કરી રહ્યા હતા. એક પત્રકારે લખ્યું કે ઈમરાન ખાન લોકોને આવી અપીલ કરીને પોતાની સત્તા બચાવવા પ્રયાસો કરી રહ્યા છે.

કાશ્મીર મુદ્દા પર કૂટનીતિક મોરચે ખરાબ રીતે અસફળ રહ્યા બાદ હવે પાકિસ્તાનની સરકાર કાશ્મીરીઓના નામ પર લોકોને રસ્તાઓ પર ઉતરવાની અપીલ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે તમામ પાકિસ્તાનીઓને અપીલ કરતા કહ્યું કે કાશ્મીરીઓની સાથે એકજુટતા દેખાડવા માટે શુક્રવારે બપોરે 12 વાગ્યે આયોજિત ‘કાશ્મીર ઓવર’માં જરૂર ભાગ લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here