Saturday, September 25, 2021
Homeપાકિસ્તાન : કમિશનરનું 4 લાખનું કૂતરું શોધવા ઘરે ઘરે સર્ચ ઓપરેશન કર્યું
Array

પાકિસ્તાન : કમિશનરનું 4 લાખનું કૂતરું શોધવા ઘરે ઘરે સર્ચ ઓપરેશન કર્યું

ઉત્તર પ્રદેશના કિબેનેટમંત્રી રહેલા આઝમ ખાનની ભેંસ ચોરાઈ ત્યારે પોલીસ અને પ્રશાસને ઘરે ઘરે જઈને તપાસ શરૂ કરી હતી. આવી જ હવે એક ઘટના પાકિસ્તાનમાં સામે આવી છે. અહીં ગુજરાંવાલા શહેરના કમિશનર જુલ્ફિકાર ઘુમનનો કૂતરો મંગળવારે ગુમ થઈ ગયો છે. તેમના ઓફિશિયલ રેસિડન્સનો ગેટ થોડા સમય માટે ખુલ્લો રહી ગયો હતો તે દરમિયાન જ કૂતરો ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. હવે કુતરાને શોધવા માટે સ્ટેટ મશીનરીને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

પોલીસ અને નગર નિગમના અધિકારી ઓટો રિક્શામાં લાઉડ સ્પીકર લગાવીને કૂતરો ગુમ થયો હોવાની જાહેરાત કરી રહ્યા છે. તે સાથે જ સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે કે, જો કૂતરુ કોઈના ઘરમાંથી મળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કમિશનરે હાઉસ-ટુ-હાઉસ સર્ચની માંગણી કરી
કમિશનરે કુતરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે અને તેને હાઉસ-ટુ-હાઉસ સર્ચ કરવાની માંગણી કરી છે. ત્યારપછીથી જ ગુજરાંવાલા નગર નિગમ અને પોલીસ વિભાગ તેની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓ શહેરની ગલીઓમાં ઘરે-ઘરે જઈને કૂતરાની તપાસ કરી રહ્યા છે. લોકોને પણ તે વિશે પૂછવામાં આવી રહ્યું છે.

હાઉસ કેયરટેકર્સને બેદરકારી માટે ખખડાવ્યા
રિપોર્ટ પ્રમાણે, લોકલ પોલીસ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને તેમની ઓફિશિયલ ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે અને કૂતરાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ હાઉસ કેયરટેકર્સને બેદરકારી માટે ખખડાવવામાં આવ્યા છે. હાઉસ સ્ટાફ પર દરવાજો ખુલ્લો રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિશે તેમને ખખડાવવામાં પણ આવ્યા છે.

કૂતરાની કિંમત 4 લાખ રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૂતરાની કિંમત ચાર લાખ હોવાનું માનવામાં આવે છે. જોકે હજી ઓફિશિયલી કૂતરાની નસ્લ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર કમિશનરની મજાક ઉડી
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે કમિશનરની મજાક ઉડાવી રહ્યા છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે, સ્ટે મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિએ પ્રહાર કરતા કહ્યું છે કે, ચોર અને લૂંટારાઓને પકડવાની જગ્યાએ પોલીસ કૂતરાની તપાસ કરી રહ્યા છે. એક બીજા વ્યક્તિએ કહ્યું છે કે, પ્રશાસનના અધિકારી કમિશનરના નોકર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments