Monday, October 18, 2021
Homeપાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ : જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ...
Array

પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ : જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું, એક હવાલદાર શહીદ.

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ફાયરિંગમાં ભારતીય સેનાના એક હવાલદાર શહીદ થઈ ગયા છે. સત્તાવાર આંકડા, પાકિસ્તાને આ વર્ષે 2700 વખત સીઝફાયર વાયોલેશન કર્યું છે. 2019માં તેની સંખ્યા 3168 અને 2018માં 1629 હતી. આ દરમિયાન 21 નાગરિકોના મોત નિપજ્યા છે જ્યારે 94 લોકો ઘાયલ થયા છે.

2020માં સૌથી વધુ 411 વખત સીઝફાયર વાયોલેશનમાં માર્ચમાં થયું

મહિનો સીઝફાયર વાયોલેશનની સંખ્યા
જાન્યુઆરી 367
ફેબ્રુઆરી 366
માર્ચ 411
એપ્રિલ 387
મે 382
જૂન 114

 

બીજી બાજુ, જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે જૈશ-એ-મોહમ્મદ સંગઠનના આતંકીઓના બે મદદકર્તાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પાસેથી સંદિગ્ધ વસ્તુઓ જપ્ત થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments