આ મુદ્દે છે ભારત કરતા પાકિસ્તાન આગળ

0
27

પાકિસ્તાની મીડિયાએ એક રિપોર્ટનો હવાલો આપી દાવો કર્યો છે કે, મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મામલામાં પાકિસ્તાન ભારત કરતા આગળ છે.

પાકિસ્તાની પેપર અનુસાર, ઈન્ટરનેટ સ્પીડનું મેપિંગ કરનારી સંસ્થા ઉકલાએ દુનિયામાં મોબાઈલ અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ મામલામાં એક રિપોર્ટ જાહેર કરી છે. જેની 144 દેશોની મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ યાદીમાં ભારતનું સ્થાન 130 છે, જ્યારે પાકિસ્તાનનું સ્થાન 116 છે. આ રિપોર્ટ અનુસાર, દુનિયામાં સૌથી વધારે સારી મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ દક્ષિણ કોરિયાની છે.

આ યાદીમાં 97.44mbpsની સરેરાશ મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડની સાથે દક્ષિણ કોરિયા ટોચના સ્થાને છે. તો 63.34mbpsની ડાઉનલોડ સ્પીડની સાથે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. તો 61.27mbpsની ડાઉનલોડ સ્પીડની સાથે કતાર ત્રીજા સ્થાને છે. 61.24mbpsની ડાઉનલોડ સ્પીડની સાથે UAE ચોથા સ્થાને છે. અને 60.90mbpsની ડાઉનલોડ સ્પીડની સાથે નોર્વે પાંચમાં સ્થાને છે.

તો મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મામલામાં 13.55mbpsની સ્પીડની સાથે પાકિસ્તાન 116માં નંબરે છે.

રિપોર્ટ અનુસાર, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ મામલામાં 191.93mbpsની સ્પીડની સાથે સિંગાપુર ટોચના સ્થાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here