પાકિસ્તાન એરલાયન્સનું વિમાન કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું, મૃત્યુઆંક ભારે ઊંચો હોવાની આશંકા.

0
0

કરાચી. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સનું એરક્રાફ્ટ કરાચી એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે.  આ પેસેન્જર પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં 85 લોકો અને બિઝનેસ ક્લાસમાં 6 લોકો એમ કુલ 91 યાત્રીઓ હતા. આ ઉપરાંત 7 ક્રૂ મેમ્બર્સ પણ હોવાની માહિતી મળી છે. જોકે હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી.આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.લેન્ડ થવાના થોડા સમય પહેલાં જ ક્રેશ થયું.

પ્લેન ક્રેશ થયા બાદના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ફોટો સૌજન્ય- ડોન ન્યૂઝ ટીવી

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સના પ્રવક્તા અબ્દુલ સત્તારે આ સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે આ  A-320 ફ્લાઈટ 90 મુસાફરોને લઈને લાહોરથી કરાચી જઈ રહી હતી. પ્લેન ક્રેશન થયાની જાણ થતા રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે.  ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના કહેવા મુજબ આર્મી ક્વિક રિએક્શન ફોર્સ અને સિંધ પાકિસ્તાન રેન્જર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.

આરોગ્ય મંત્રીએ પ્લેન ક્રેશના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here