પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ માટે કરી ટીમની જાહેરાત

0
0

ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીઝ માટે પાકિસ્તાનના સંભવિત ખેલાડીઓની યાદીમાંથી ત્રણ નામને બહાર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની ૨૨ સભ્ય ટીમમાં નવા ખેલાડી અબ્દુલ્લાહ શફીકને સામેલ કરવામાં આવ્યા છે. શોએબ મલિક, મોહમ્મદ આમીર અને સરફરાઝ અહેમદને પાકિસ્તનની ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે.

ટીમના કોચ મિસ્બાહ ઉલ હકે નવા ખેલાડી અબ્દુલ્લાહ શફીકને ટીમમાં સામેલ કરવા પાછળનું કારણ સતત સારા પ્રદર્શનને ગણાવ્યું છે. તેના સિવાય સીનીયર ખેલાડીઓને બહાર કરવા પર તેમને કહ્યું છે કે, તેમના માટે કારકિર્દી સમાપ્ત થઈ નથી.

વહાબ રીયાઝ અને મોહમ્મદ હફીઝને જ પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિસ્બાહે કહ્યું છે કે, આ બંને ખેલાડીઓના અનુભવના યુવા ખેલાડીઓને ફાયદો મળશે.

નવા ખેલાડી શફીકે તાજેતરમાં સમાપ્ત થયેલ નેશનલ ટી-૨૦ કપમાં શાનદાર બેટિંગ કરી હતી એટલા માટે તેમને ટીમમાં જગ્યા મળી ગઈ છે. શફીક સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સાતમાં નંબર પર રહ્યા અને હજુ તેમની ઉમર માત્ર ૨૦ વર્ષ છે.

મોહમ્મદ રિઝવાનના બેકઅપ વિકેટકીપરના રૂપમાં રોહેલ નજીરને સામેલ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર સરફરાઝ અહમેદને બેકઅપ વિકેટકીપર બનાવવામાં આવ્યા હતા. બંને સફળ બોલ સીરીઝમાં શાદાબ ખાનને વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે.

મિસ્બાહ ઉલ હકે ભવિષ્યની યોજનાઓને જોતા રોહેલ નજીરને બેકઅપ વિકેટકીપર તરીકે પસંદ કરવાની વાત કહી છે. મિસ્બાહ ઉલ હકે કહ્યું છે કે, સરફરાઝ અહેમદને બેંચ પર બેસવાની જગ્યાએ કાયદ-દ-આઝમ ટ્રોફીમાં રમવા જોઈએ જેથી ફિટનેસ વાપસી આવી અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર તેનો ફાયદો મળી શકે છે.

પાકિસ્તાનના ૨૨ સંભવિતોની ટીમ ૨૧ ઓક્ટોબરના લાહોરમાં રહેશે અને ત્યાં કોરોના ટેસ્ટિંગ સિવાય તેમને પાંચ દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવશે. રાવલપિંડીમાં વનડે સીરીઝ માટે ગયા પહેલા તે ગદ્દાફી સ્ટેડીયમમાં બે ૫૦ ઓવરની મેચ રમશે. ૩૦ ઓક્ટોબરથી વનડે સીરીઝ શરુ થશે.

પાકિસ્તાનની સંભવિત ટીમ આ પ્રકાર છે : અબ્દુલ્લાહ શફીક, આબિદ અલી, બાબર આઝમ, ફખર જમાન, હૈદર અલી, હેરીસ સોહેલ, ઇફ્તિકાર અહેમદ, ઈમામ-ઉલ-હક, ખુશદિલ શાહ, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ રિઝવાન, રૌફ નજીર, ઈમાદ વસીમ, શાદાબ ખાન, ઉસ્માન કાદિર, જફર ગોહર, ફહીમ અશરફ, હારીસ રૌફ, મોહમ્મદ હસનૈન, મૂસા ખાન, શાહીન શાહ વહાબ રિયાઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here