Wednesday, September 22, 2021
Homeપાકિસ્તાન બોર્ડે સર્ફરાઝને કપ્તાન પદેથી હટાવ્યો, અઝહરને ટેસ્ટ અને બાબરને ટી-20ની કમાન...
Array

પાકિસ્તાન બોર્ડે સર્ફરાઝને કપ્તાન પદેથી હટાવ્યો, અઝહરને ટેસ્ટ અને બાબરને ટી-20ની કમાન સોંપવામાં આવી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે સર્ફરાઝ અહેમદને કપ્તાન પદેથી હટાવ્યો હતો. તેની જગ્યાએ અઝહર અલી ટેસ્ટ અને બાબર આઝમ ટી-20 ટીમની કપ્તાની કરશે. પાકિસ્તાને આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા લીધો છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-20 અને અને બે ટેસ્ટ મેચ રમશે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પછી આ નિર્ણય લીધો છે. આ મહિને શ્રીલંકા સામેની ટી-20 સીરિઝ પાકિસ્તાન 0-3થી હાર્યું હતું. તે પછી કપ્તાન સરફરાઝ અને કોચ મિસ્બાહ ઉલ હક વચ્ચે મતભેદની વાતો સામે આવી રહી હતી. સર્ફરાઝ હેઠળ પાકિસ્તાન 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યું હતું. તે પછી ઘરઆંગણે શ્રીલંકા સામે 0-3થી હાર્યું હતું. તેઓ ટી-20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. સર્ફરાઝની કપ્તાનીમાં પાકિસ્તાન 2017માં ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું.

સર્ફરાઝે સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, મારા માટે પાકિસ્તાનની કપ્તાની કરવી ગર્વની વાત રહી છે. હું મારા તમામ સાથીયો, કોચીઝ અને સિલેક્ટર્સનો આભાર માનું છું. અઝહર અલી અને બાબર આઝમ સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમને મારી શુભકામનાઓ. આશા રાખું છું કે તેઓ ટીમને મજબૂત બનાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments