પાકિસ્તાનમાં મોંઘવારી વચ્ચે બકરી ઈદની ઉજવણી, લોકો બેહાલ, જાણો વસ્તુઓના ભાવ

0
32

લાહોર, તા. 11 ઓગસ્ટ 2019, રવિવાર

પાકિસ્તાનમાં અસહ્ય મોંઘવારી વચ્ચે બકરી ઈદની ઉવણી થશે. તેમાં પણ ભારત સાથે વેપારી સબંધો ખતમ કરીને પાક સરકારે પોતાના જ દેશમાં મોંઘવારી વધારી દીધી છે.

પાકિસ્તાનની શાકભાજીની ડિમાન્ડ ભારતના સપ્લાય થકી જ પૂરી થતી હોય છે ત્યારે ઈમરાન સરકારના નિર્ણયના કારણે પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાચીમાં ડુંગળી, ટામેટા, લસણ જેવા શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓ કહે છે કે, દુધ, શાકભાજી, મીટ તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે.

રસોડાનુ બજેટ ખોરવાઈ જતા ગૃહિણીઓ પરેશાન છે. લોકોમાં ઈમરાનખાનની સરકારને લઈને ભારે રોષ છે. તો વેપારીઓ પણ કહે છે કે, ઈદની રોનક બજારમાં છે જ નહી. ડુંગળી વેચનાર વેપારીના મતે શું પાક સરકાર લોકોને ઘાસ ખવડાવીને જીવાડવા માંગે છે?

હાલમાં કરાંચીમાં આદુ અને લસણની કિંમતો અનુક્રમે 400 અને 320 રૂપિયા પ્રતિ કીલો છે. દુધી 120 રૂપિયા, કોબી 80 રૂપિયા અને શિમલા મિર્ચ 120 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. લીલા મરચા 100 રીપિયી, આદુ 280 રૂપિયા અને લસણ 240 રૂપિયા કિલોના ભાવે છે. જાણો બીજી વસ્તુઓના ભાવ

વસ્તુ

કિંમત

દુધ

108 રૂપિયા લીટર

દહીં

122 રૂપિયા કિલો

મટન

1009 રૂપિયા કિલો

કેળા

130ના ડઝન

સરસવનુ તેલ

240 રૂપિયા લીટર

ડુંગળી

64 રૂપિયા કીલો

ખાંડ

77 રૂપિયા કીલો

કેરોસિન

151 રૂપિયા લીટર

ગેસ સિલિન્ડર

1362 રૂપિયા

પેટ્રોલ

113 રૂપિયા લીટર

ડીઝલ

127 રૂપિયા લીટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here